મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલા માનસિક  અસ્વસ્થ વૃદ્ધાનુ  પરિવાર સાથે મિલન કરાવ્યું


SHARE







મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલા માનસિક  અસ્વસ્થ વૃદ્ધાનુ  પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી શહેરના રતનપર રોડ પરથી એક જાગૃત  નાગરિકનો ૧૮૧ મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. અને ખૂબ ગભરાયેલી હાલતમાં  છે. અને તેઓ કાઈ પણ બોલતા નથી.અને ખૂબ જ રડે છે.અને તેમને મદદની જરૂર છે.ત્યાર બાદ ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ  ભુવા અને પાયલોટ સનીભાઈ કાફિયા અને કોન્સસ્ટેબલ જયશ્રીબેન સ્થળ પર પહોચી વૃદ્ધાની ઉમર આશરે ૬૫ વષૅ જણાવેલ હતી અને તેઓ વહેલી સવારે ચોટીલા અને માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ ઉમરના કારણે રસ્તે ભુલા પડેલા છે. તેમજ વૃદ્ધાએ જણાવેલ  કે તેઓ બિહારથી આવેલા છે અને તેમના દીકરા સાથે કારખાનામાં  રહેતા હોય પરંતુ માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા.

વૃદ્ધાની વાત સાંભળી  તેમનુ સરનામું  પુછતા બરાબર યાદ ન હોવાથી કેટલાક પ્રયત્નો બાદ વૃદ્ધાનો દિકરો સિરામિક કારખાનામાં કામ કરતો હોય તેવું જણાતા આજુબાજુના કારખાનામાં તપાસ કરતા તેમના દિકરાનો સંપકૅ થયેલ અને વૃદ્ધાને તેમના દિકરાને સોપવામાં  આવ્યા. અને તેના દિકરાનુ કાઉન્સિલીગ કરતા જાળવા મળ્યુ હતુ કે માજી ઘરેથી અવાર નવાર તેમની જાણ બહાર ઘરેથી નીકળી જાય છે.અને તેમની માનસિક  સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે રસ્તે ભુલા પડે છે. ત્યાર બાદ ૧૮૧ ની ટીમ દ્વારા માજીના દિકરાને  માજીની સાર-સંભાળ રાખવા સૂચન કરેલ તેમજ માજીને પણ ઘરેથી વારંવાર કહ્યા વગર નીકળી ન જાય તે બાબતે પરામર્શ કરેલ. આમ ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાને તેમના દિકરા સુધી પહોચાડેલ. માજી ને સહી સલામત પહોચાડવા બદલ તેમના દીકરા દ્વારા ૧૮૧  અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News