મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારંભ યોજાશે


SHARE





























મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારંભ યોજાશે

આગામી દિવસોમાં મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવશે જેમાં સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે જેના માટે સમસ્ત બ્રહ્મસમાજના તમામ પરિવારના વિદ્યાર્થીઓ પોતાનું ગત વાર્ષિક પરીક્ષાનું પરિણામ તારીખ ૧૦/૯ થી લઈને ૨૦/૯ સુધીમાં પહોંચાડી શકે છે

સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવશે જેમાં ધોરણ કેજી થી 12 તેમજ ઉચ્ચ અભ્યાસક્રમમાં પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે, ધો-૬ થી ૧૨ માં શાળાકીય વાર્ષિક મૂલ્યાંકનના આધારે ૧ થી ૧૦ પ્રાપ્તાંક મેળવતા વિદ્યાર્થીઓની લેવલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં શાળાનાં પરિણામ અને લેવલ ટેસ્ટના મેરીટનાં આધારે પ્રથમ ૩ નંબરને શિલ્ડ અને પ્રમાણ પત્ર દ્વારા સન્માનવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, બાકીના તમામ ધોરણમાં શાળાકીય કે સંસ્થાકિય વાર્ષિક પરિણામને આધારે એક થી ત્રણ ક્રમાંક નક્કી કરવામાં આવશે, આ ઉપરાંત બ્રહ્મ પરિવારના કોઈ વિદ્યાર્થીઓ/ વ્યક્તિઓને કોઈ પણ ક્ષેત્રમાં (GPSC વર્ગ – ૧,૨,૩, માં નિમણુંક પામેલ અધિકારી, કલા, રમત ગમત, યોગ, વ્યાયામ, શિક્ષણ વગેરે ક્ષેત્રમાં) રાજ્ય કક્ષાએ ભાગ લીધો હોય કે વિજેતા થયા હોય તેવા તમામને વિશેષ સન્માન આપવામાં આવશે, ઉચ્ચ કક્ષાએ ભણીને વિશેષ ઉપલબ્ધિઓ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવશે, આ માટે પોતાનું પરિણામ, પ્રમાણપત્ર કે શિલ્ડની ફોટો કોપી નકલ આપવાની રહેશે

આ સન્માન સમારોહ માટે સમસ્ત બ્રહ્મસમાજના તમામ પરિવારના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાનું પરિણામ આપવાનું રહેશે અને તે પરિણામ સાર્થક વિદ્યામંદિર-મોરબી-૨, ઓરિએન્ટલ ક્લાસીસ-મોરબી-૨, પી જી પટેલ કોલેજ-સનાળા રોડ, નવનિર્માણ ક્લાસીસ-જૂના મહાજન ચોક, લાભ એસોસીએટ-રવાપર રોડ, ડો.બી.કે.લહેરુ-શનાળા રોડ, ડો. બળવંતભાઈ પંડ્યાનું દવાખાનુ- વાઘપરા, ગાયત્રી જનરલ સ્ટોર્સ-ક્રિષ્ના ટ્રાવેલ્સની બાજુમાં, ભારતી વિદ્યાલય-મોરબી-૨ અને વિજ્ઞેશમ ક્લાસીસ-વાવડી રોડ ખાતે પરિણામ આપવાના રહેશે અને વધુ માહિતી માટે કેયુરભાઈ પંડ્યા ૯૪૨૯૪ ૮૪૪૪૦ અને અમુલભાઈ જોષી ૯૨૨૭૧ ૦૦૦૧૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે
















Latest News