નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર  ખાતે મોડેલ ચાર્ટ  પ્રદર્શન સ્પર્ધા યોજાઇ


SHARE





મોરબીની વી.સી. હાઈસ્કૂલમાં 'આર્યભટ્ટલોક વિજ્ઞાન કેન્દ્ર  ખાતે મોડેલ ચાર્ટ  પ્રદર્શન સ્પર્ધા યોજાઇ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરિત 'આર્યભટ્ટલોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી આયોજીત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૦૨૩ અંતર્ગત "વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન" તા. ૨૮ નાં અનુસંધાને એક દિવસીય મોડેલ ચાર્ટ  સમજાવો પ્રદર્શન સેમીનારનું 'આર્યભટ્ટલોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોડેલ ચાર્ટ વર્કશોપ સેમીનારમાં સ્પર્ધકોની પસંદગીનું કોઈપણ એક વૈજ્ઞાનિક સિધ્ધાંત આધારીત મોડેલ કે ચાર્ટ બનાવી તૈયાર કરી લાવો અને તેને સમજાવોની સ્પર્ધા હતી આ સ્પર્ધામાં મોરબીહળવદટંકારાની વિવિધ સ્કૂલનાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો  જે સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્રસિલ્ડનોટબુકબોલપેનકંપાસ બોક્સએક્રેલીક પેડ તથા આકર્ષક કલોક ભેટ આપવામાં આવી હતી આ સ્પર્ધામાં જુદાજુદા ગ્રૂપ રાખવામા આવ્યા હતા જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોમાં હોથી મિતલબેન, જીવાણી કીંજલબેન દિપકભાઈ, પાણ દક્ષાબેન નિશિતભાઈ, ભટ્ટ કાવ્યા કલ્પેશભાઈ, જીવાણી તત્સત દિપકભાઈ, વાધરિયા આરાધ્યા રાજેશભાઈ, રામાવત શ્લોક મયુરભાઈ, ભટ્ટ ચાર્મિ મિલનભાઈનો સમાવેશ થાય છે અને આ સ્પર્ધામાં ભાગ લીધેલ બધા જ સ્પર્ધકોને ગીફ્ટ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે એલ.એમ. ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News