નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી રાજકોટ સારવારમાં લઈ જવાયેલ અજાણ્યા યુવાનનું મોત


SHARE





મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી રાજકોટ સારવારમાં લઈ જવાયેલ અજાણ્યા યુવાનનું મોત

મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેશન પાસેથી અજાણ્યા ૪૦ વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા એ.એમ. જાપડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની હાલમાં તજવીજ ચાલી રહી છે અને આ યુવાનની ઓળખ  અંગેની કોઈપણ માહિતી હોય તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્ના ફોન નંબર ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ અથવા તપાસનીશ અધિકારી એ.એમ. જાપડીયાના મોબાઈલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે 

વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે હ્યુન્ડાઇના શો-રૂમ પાસેથી ગત તા.૪/૩ ના રાત્રીના આશરે દસથી સાડા દસેક વાગ્યાના અરસામાં એક અજાણ્યા ૬૨ વર્ષના વૃદ્ધને કોઇ અજાણ્યા વાહનવાળાએ હડફેટે લેતા તેને પ્રથમ સારવારમાં મોરબી સરકારી દવાખાને બાદ વધુ સારવારમાં રાજકોટ સરકારી દવાખાને લઈને ગયા હતા ત્યાર ચાલુ સારવારે તેનું મોત નીપજયું હતું જેથી મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે જેથી કોઈ અજાણ્યા ભિક્ષુક વૃદ્ધ ગુમ હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સંપર્ક નં- ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ અથવા એ.એમ. ઝાપડીયા (૯૯૦૪૭૨૯૮૨૪)નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News