મોરબીમાં બીમારીથી કંટાળીને એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના દલવાડી સર્કલ પાસે બુલેટમાં જતા યુવાનને માથામાં પાઇપ ફટકારીને આડેધડ છરીના ઘા જીંકનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
SHARE
મોરબીના દલવાડી સર્કલ પાસે બુલેટમાં જતા યુવાનને માથામાં પાઇપ ફટકારીને આડેધડ છરીના ઘા જીંકનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
મોરબીની દલવાડી સર્કલ પાસે ગત સાંજના સમયે બુલેટ ઉપર જતા યુવાનના માથામાં પાછળથી પાઇપ ફટકાર્યા બાદ નીચે પાડી દઈને બે શખ્સો દ્વારા યુવાન ઉપર આડેધડ છરી વડે જાનથી મારી નાંખવાના ઇરાદે ગાલ, ગળા, બગલ, છાતી, પડખા અને હાથ-પગના ભાગે ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી ઇજાગ્રત યુવાનને સારવારમાં ખસેડાયો હતો હાલ સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાન દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવાતા એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં બુલેટ નંબર જીજે ૩૬ એલ ૯૬૦૦ લઈને ઘર તરફથી મોરબી સીટી વિસ્તારમાં જઈ રહેલ રમેશ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા જાતે બોરીચા આહીર (ઉમર ૩૮) ધંધો ખેતી ને ચાલુ વાહને માથાના પાછળના ભાગે લોખંડનો પાઇપ ફટકારવામાં આવ્યો હતો જેથી કરીને રમેશભાઇ જીલરીયા બુલેટ સહિત નીચે પડી ગયો હતો અને બાદમાં એકટીવામાં આવેલા ઓમાન અશરફ ધારાણી અને સલમાન ઉમેદ ધારાણી રહે. બંને ફિદાઇપાર્ક વોરા સોસાયટી કંડલા બાયપાસ મોરબી વાળાઓએ રમેશ જીલરીયાની ઉપર છરી વડે જાનથી મારી નાંખવાના ઇરાદે ડાબા ગાલના ભાગે, ગળાના ભાગે, ડાબી બગલમાં, છાતીની જમણી તરફ, પેટમાં, પડખામાં ડાબા હાથની હથેળીમાં અને ખભાના ભાગે આડેધડ છરીના ઘા જીંકયા હતા અને બાદમાં બંને હુમલાખોરો નાસી છૂટ્યા હતા.જેથી ઇજાગ્રસ્ત રમેશ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા નામના ૩૮ વર્ષીય બોરીચા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.સારવાર લીધા બાદ તેણે એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઓમાન અશરફ ધારાણી અને સલમાન ઉમેદ ધારાણી રહે.બંને ફિદાઇપાર્ક વોરા સોસાયટી કંડલા બાયપાસ મોરબી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, બે-ચાર દિવસો પહેલા ફરીયાદી રમેશ પોતે પોતાના ઘરની પાસે શેરીમાં રેતી સરખી કરાવી રહ્યો હતો ત્યારે ઓમાન ધારાણી શેરીમાંથી મોટરસાયકલ લઈને નીકળ્યો હતો અને રેતીના લીધે ઓવર સ્પીડ હોવાને કારણે તેનું વાહન સ્લીપ થઈ ગયું હતું અને જેના લીધે ફરિયાદીને ગટરનું પાણી ઉડતા ફરિયાદી રમેશ જીલેરીયાએ આ બાબતે ઓમાન ધારાણીને ઠપકો આપ્યો હતો અને સામાન્ય બોલાચાલી થયેલી હતી તે બાબતનો રોષ અને ખાર રાખીને ફરિયાદી જ્યારે તેમનું બુલેટ લઈને જતા હતા ત્યારે તેમને માથામાં પાઇપ ફટકારીને પાડી દીધા બાદ આડેધડ તેઓ ઉપર ઓમાન ધારાણી અને સલમાન ધારાણી નામના બે ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હાલ ઉપર મુજબ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ કલમ ૩૦૭ (ખુનની કોશીસ), ૩૨૪, ૧૧૪ અને ૧૩૫ મુજબ ઉપરોક્ત બંને ઈસમો સામે ગુનો નોંધીને બંનેને ઝડપી પાડવા માટે આગળની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિ જ્યોત પાર્ક વિસ્તારમાં રહેતા મનોજ ત્રિભોવનભાઈ વરમોરા નામના ૪૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે તપાસ કરતા તપાસ દરમિયાન ખુલ્લું હતું કે મનોજભાઈ વરમોરા મોરબીના ઘુંટુરોડ નજીક આવેલ સનવલ્ડ સિરામિક પાસેથી પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક કુતરા સાથે અથડાતા વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પહોંચતા તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા કાજલબેન મીતાભાઈ વરૂ નામની ૨૮ વર્ષીય મહિલાને પણ વાહન અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા તેણીને આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી પોલીસે તપાસ કરતા તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કાજલબેન વાહનમાં બેસીને નેક્સસ ટોકીઝ તરફ જતા હતા ત્યારે રસ્તામાં કંડલા બાયપાસ ઉપર તેઓનું વાહન સ્લીપ થઈ જતા ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડાયા હતા.