મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પી.પી.જોશી દ્વારા રાજ્યમાં હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવાણી માંગ​​​​​​​


SHARE













મોરબીના પી.પી.જોશી દ્વારા રાજ્યમાં હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવાણી માંગ

ગુજરાત રાજ્યમાં જુદા જુદા સરકારી વિભાગના કર્મચારીઓ દ્વારા છાશવારે હડતાલ કરવામાં આવે છે જેથી અરજદારો અને સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરીને ગુજરાત રાજ્ય સરકારે હડતાલ ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ તેવી માંગ કરી છે

મોરબી શહેરની અંદર રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય પી.પી.જોશીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગુજરાતમાં છાશવારે જુદા જુદા વિભાગના સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીને લઇને હડતાળ કરવામાં આવે છે જેથી સામાન્ય નાગરિક અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને સરકાર બદનામ થાય છે જેથી કરી હડતાળો ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ વધુમાં તેમણે જણાવ્યું છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયા પ્રજાની પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીની અણાઅવડત અને બેદરકારીના કારણે સરકાર દ્વારા જે યોજના અમલમાં મૂકવામાં આવે છે તેનો લાભ લોકોને સમયસર મળતો નથી ત્યારે સરકારી અધિકારી અને કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવે છે તે ખરેખર હડતાલ બંધારણની વિરુદ્ધમાં છે અને જો કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વાજબી માગણી કરવામાં આવતી હોય તો તેને તાત્કાલિક સરકારે પૂરી કારવાઈ જોઈએ નહીંતર હડતાળ કરનારા કર્મચારીઓને પાણીચું આપીને તેને નોકરીમાંથી બરતરફ કરવા જોઇએ તેવી માગણી કરવામાં આવેલ છે






Latest News