મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં થયેલ મારામારીમાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીની ગાંધી સોસાયટી પાસે મફતીયાપરામાં થયેલ મારામારીમાં આરોપીની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ પાસે ગાંધી સોસાયટીના મફતીયાપરામાં એઠવાળ નાખવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાઇ હતી જેમાં એક આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી જો કે, આજે સામાપક્ષના આરોપીની પણ ધરપકડ કરાઇ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સમા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ ગાંધી સોસાયટીના મફતીયા પરામાં રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા (૨૨) એ નટવરભાઇ હમીરભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી હતી જેમા તેને જણાવ્યું હતું કે તેના ઘરની બહાર જાહેરમાં રોડ ઉપર નટવરભાઈના પરિવારના લોકો રસોઈનો એઠવાળ અને પાણી દોડતા હોવાથી તે બાબતે તે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી ઉશ્કેરાઇ ગયા હતા અને બેફામ ગાળો બોલી અને ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી ત્યારે નટવરભાઈએ તેના હાથમાં રહેલ ઈંટ હિતેશભાઇને માથામાં ફટકારી હતી આ ગુનામાં આગાઉ નટવરભાઇની પોલીસે ધરપકડ કરી હતી અને સામાપક્ષેથી નટવરભાઈ હમીરભાઇ સોલંકીએ હિતેશભાઈ પ્રેમજીભાઈની સામે ફરિયાદ નોંધાવે હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના ઘરની પાસે હિતેશભાઈના ઘરેથી મુરઘી મટનનો કચરો નાખતા હોવાથી તે બાબતે તેઓ તેને સમજાવવા માટે જતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેને બેફામ ગાળો આપી ઝઘડો કરીને લાકડી વડે માર માર્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં હિતેશભાઈ પ્રેમજીભાઈ બોસીયા (૨૨) રહે, ગાંધી સોસાયટીના મફતીયાપરા વાળાની ધરપકડ કરેલ છે




Latest News