મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીના સોરેન્ટો સીરામીકમાં ૨૦ ફુટની ઉંચાઇએથી પટકાયેલા મજુર રાજકોટ ખસેડાયો 


SHARE















મોરબીના સોરેન્ટો સીરામીકમાં ૨૦ ફુટની ઉંચાઇએથી પટકાયેલા મજુર રાજકોટ ખસેડાયો

મોરબીના સિરામિક યુનિટમાં કામ દરમિયાન ૨૦ ફૂટ જેટલી ઊંચાઈએથી નીચે પડેલા મજૂરને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથક તેમજ સીટી બી ડીવીજન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુન્નાલાલ કતરૂલાલ બામણીયા જાતે ભીલ આદિવાસી (૧૮) હાલ રહે. સોરેન્ટો સીરામીક નજીક મોરબી-૨ મૂળ રહે.મધ્યપ્રદેશ વાળો ગત તા.૧૦-૮ ના યુનિટમાં કામ કરતો હતો તે દરમિયાન ૨૦ ફૂટની ઊંચાઈએથી તે નીચે પટકાયો હતો જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.મુન્નાલાલ કતરૂલાલને માથાના અને હાથના ભાગે ઇજાઓ થઇ હોય તેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જણાવીને પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક રહેતા કૈમુદીન જૈનુલભાઈ સાંઇ જાતે મુસ્લિમ નામના ૩૧ વર્ષના યુવાનને કંડલા બાયપાસ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સિવિલે ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના રવાપર ગામે શિવપાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઇ ખીમજીભાઈ નાગર નામના ૩૭ વર્ષીય યુવાનને તેના ઘર નજીક આવેલ મહાબલી હનુમાન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા દિનેશ નાગરને પણ સારવારમાં સિવિલે ખસેડાયો હતો.

બાળક સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા અજીતભાઈ ભાડકા પોતાના ચાર વર્ષના પુત્ર રવિને બાઈકમાં બેસાડીને કામ સબબ મોરબી આવ્યા હતા. મોરબીના નગર દરવાજા પાસે તેઓ બાઇક લઇને જતા હતા ત્યારે રસ્તામાં બાઈકની આડે અચાનક ગાય ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ચાર વર્ષના રવિ અજીતભાઇ ભાડકા નામના બાળકને ઇજાઓ થતાં તેને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News