મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્પાના સંચાલક સહિત વધુ ત્રણ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો


SHARE





મોરબી જીલ્લામાં સ્પાના સંચાલક સહિત વધુ ત્રણ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

મોરબી જીલ્લામાં આવેલા ઉદ્યોગ તેમજ ખેતીમાં રોજગારી માટે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો આવે છે જો કે, તેનો કોઈ ડેટા કામ રાખનારા લોકો દ્વારા લેવામાં આવતો નથી જેથી ઘણી વખત ગુનાને આંજામ આપીને ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો નાશી જાય છે તેને પકડવા માટે પોલીસે દ્વારા મહેનત કરવામાં આવે તો પણ ડેટા ન હોવાથી સફળતા મળતી નથી જેથી કરીને મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવા માટે કહેવામા આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી જેથી કરીને હવે બેદરકારોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવે છે દરમ્યાન પોલીસે સ્પાના સંચાલક  સહિત વધુ ત્રણ સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ લાજવાબ હોટલમાં પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હતા જેની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને વેપારી સલીમભાઈ કરીમભાઈ ભટ્ટી જાતે મિયાણા (૪૩) રહે. ઇન્દીરાનગર મોરબી વાળા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે તો ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલ વાડીએ ગોધરા જિલ્લાથી મજૂરી કામ કરવા માટે આવેલ ૬ ખેત મજૂરોને કામે રાખ્યા હતા પરંતુ તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને ધીરુભાઈ ટપુભાઈ ચંદ્રાલા જાતે પટેલ (૬૫) રહે. દહેરા તાલુકો પડધરી વાળાની સામે ફરિયાદ નોંધાયેલ છે આવી જ રીતે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ચોકડી પાસે આવેલા સ્પામાં પરપ્રાંતિય કર્મચારીઓને કામે રાખવામાં આવ્યા હતા જોકે, તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં કર્મચારીઓની વિગત આપવામાં આવી ન હતી જેથી જાહેરનામાના ભંગનો શાહરુખખાન બસીરખાન પઠાણ જાતે સંધિ (૨૬) રહે. લાલપર સીરામીક સીટી મૂળ રહે. હિંમતનગર વાળાની સામે ગુનો નોંધાયો છે




Latest News