મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ પાસે વૃધ્ધનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ


SHARE













મોરબીના કંડલા બાયપાસ પાસે વૃધ્ધનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ

મોરબી નજીક અમરેલી ગામની સીમમાં કંડલા બાયપાસ રોડ આર.ટી.ઓ. કચેરી પાસે દેવદુત જીન પાસેથી ઇનોવા કારના ચાલકે વૃધ્ધને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથાના ભાગે ઇજાઓ થઈ હતી અને તેઓનું મોત નીપજયું હતું જેથી મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં કાર ચાલકની ધરપકડ કરેલ છે


બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જોડિયા તાલુકાનાં શામપર ગામના રહેવાસી અને હાલમાં પ્રેમજીનગર મકનસર લાલજીભાઇ દેવીપુજકના મકાનમાં ભાડેથી રહેતા ફરિયાદી ચમનભાઇ હંસરાજભાઇ દાહકીયા જાતે દેવીપુજક (ઉમર ૩૨)એ ઇનોવા ગાડી નંબર જીજે ૩૬ એફ ૮૬૬૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી નજીક અમરેલી ગામની સીમમાં કંડલા બાયપાસ રોડ આર.ટી.ઓ. કચેરી પાસે દેવદુત જીન પાસે આરોપીએ પોતાની ઇનોવા ગાડી નંબર જી.જે. ૩૬ એફ ૮૬૬૬ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલવી હતી અને ફરિયાદીના પિતા હંસરાજભાઇ માધાભાઇ (ઉ.૬૫) ને હડફેટે લીધા હતા જેથી કરીને આ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ ગુનામાં હાલમાં પોલીસે સંદીપભાઈ ઉર્ફે સંજયભાઇ અગ્રાવત (ઉમર ૩૦) રહે.વાટિકા સોસાયટી, નાની વાવડી તા.જી.મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં બે ને ઈજા

ટંકારા તાલુકાના સરૈયા ગામે રહેતો અશોક અમરશીભાઇ કુંવરિયા નામનો ૩૩ વર્ષનો યુવાન ગામ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે ગામના બસ સ્ટેશન પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતો રાહુલ નિલેશભાઇ પરમાર નામનો ૨૧ વર્ષનો યુવાન કામ સબબ મોરબી આવ્યો હતો અને મોરબીથી પરત પોતાના ગામ ગોરખીજડીયા જતો હતો ત્યારે મોરબીની પંચાસર ચોકડી પાસે તેનું બાઇક પણ સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા રાહુલ પરમારને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઇ જવાયો હતો. બંને બનાવોની નોંધ કરીને એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતો ધનજીભાઈ મહેશભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક નામનો ૨૪ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડીયા તથા રાઇટર દિલીપભાઈ ગેડાણીએ તપાસ હાથ ધરી છે.






Latest News