મોરબીના કંડલા બાયપાસ પાસે વૃધ્ધનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ
મોરબીની કુખ્યાત મહિલા બુટલેગરને પાંચ જિલ્લામાંથી કરાઇ હદપાર
SHARE









મોરબીની કુખ્યાત મહિલા બુટલેગરને પાંચ જિલ્લામાંથી કરાઇ હદપાર
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂનું વેચાણ વધ્યું છે તેમાં ખાસ કરીને સિરામીક ઉદ્યોગમાં બહારના રાજયોમાંથી મજુરી કામે આવતા પરપ્રાંતીઓના લીધે દેશી દારૂનું વેચાણ ખુબ જ વધી ગયુ હોય અને ગૃહ ઉદ્યોગની જેમ અમુક વિસ્તારોમાં દારૂ વેચાણના ધંધા થતા હોય માળીયા(મિં.) અને ખાસ કરીને નવાગામ પંથકમાંથી, સુરેન્દ્રનગર પંથક અને ચોટીલા પંથક અને ખાસ કરીને ચોટીલાના નાળિયેરી પંથકમાંથી છુટથી દારૂનો જથ્થો મોરબી પંથકમાં ઠાલવીને વેચવામાં આવે છે તે નરી વાસ્તવિકતા છે.પુરુષોની સાથે મહિલાઓ પણ દારૂના ધંધામાં સમોવડી હોય છે અને અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયા જાતે મિંયાણા રહે.સોઓરડી પાછળ, માળીયા-વનાળીયા સોસાયટી મોરબી-૨ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પીઆઇ વી.એલ.પટેલે જીલ્લામાંથી હદપારી માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્રારા પાસ કરી દેવામાં આવતા મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટીયાને છ મહિના માટે મોરબી જીલ્લો તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ(ભુજ) અને જામનગર એમ પાંચ જિલ્લાઓમાંથી છ માસ માટે હદપાર કરીને અમદાવાદ મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રહેવાસી કિશન જેસીંગભાઇ દેલવાડીયા ઘરેથી બાઈક રીપેરીંગ કરવા માટે જતા હતા તે દરમિયાન નવલખી ચોકડી પાસે તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા કિશનભાઇ દેલવાડીયાને અહીંની આયુષ હોસ્પીટસે ખસેડાયો હતો.જ્યારે મોરબીના અન્ય એક વિસ્તારમાં બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં દિવ્યેશ મુકેશભાઇ ખારવા (૨૯) રહે.મોરબી અને બળવંત દિલીપભાઇ ખારવા (૨૭) રહે.રાજકોટ વાળાઓને ઈજાઓ થતાં બંનેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
પરણિતા સારવારમાં
મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે આવેલા બૌધ્ધનગર વિસ્તારમાં રહેતી ગીતાબેન જીવરાજભાઈ મુછડીયા નામની ૩૬ વર્ષીય પરિણીતાને તેના પતિએ કોઈ બાબતે ઝઘડો થયા બાદ માર માર્યો હતો જેથી કરીને ગીતાબેન મુછડીયાને અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.
