“અહીંયા કેમ લઘુશંકા કરો છો” કહીને હળવદના રણછોડગઢમાં આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો
મોરબીમાંથી કાર અને રિક્ષાની ચોરીના ગુનામાં પાંચમા આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાંથી કાર અને રિક્ષાની ચોરીના ગુનામાં પાંચમા આરોપીની ધરપકડ
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાથી કાર અને સીએનજી રિક્ષાની થોડા સમય પહેલા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા લોકોએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કાર અને રિક્ષાની ચોરીમાં ગુનામાં ચાર આરોપીને અગાઉ પકડ્યા હતા અને હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલની બાજુમાં કેસરી મોટર ગેરેજના નામથી ગેરેજ ધરાવતા વિરલભાઇ કિરીટભાઇ પટેલ (ઉંમર ૨૫)એ તેના ગેરેજે આર્ટિગા કાર નંબર જીજે ૩ એચ કે ૩૮૭૭ રીપેરીંગ માટે આવી હતી તેની ચોરી કરવામાં આવી હતી આવી જ રીતે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજમાં રહેતા નીતિનભાઈ રણછોડભાઈ પટેલ (ઉંમર ૩૫)એ આઇટીઆઇની પાસે ઉમા મોટર્સની બાજુમાં તેઓએ પોતાની રીક્ષા જીજે ૧ ડીયુ ૭૬૬૭ પાર્ક કરીને મૂકી હતી જે રિક્ષાની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે ગોવિંદ ઉર્ફે રાજુ ઉર્ફે ગોયો દેવસીભાઇ મકુભાઇ પરમાર, અજય ઉર્ફે કટીયો નાથાભાઇ વાઘેલા, અશોક રામસિંગ વાઘેલા જાતે દેવિપુજક અને રવિ ઉર્ફે સીલુ પ્રવીણ ઉર્ફે મામટ જીલીયાની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પોલીસે નટવર ઉર્ફે નાટિયો બાબુભાઇ લુહારિયા જાતે દેવીપૂજક (૨૨) હાલ રહે, મોરબી-૨ કુબેર ટોકીઝ પાછળ માફાતિયાપરા મૂળ રહે પાલડી તાલુકો ગરીયાધાર જિલ્લો ભાવનગર વાળાની પીએસઆઈ એ.એ. જાડેજાએ ધરપકડ કરેલ છે