મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ


SHARE













ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ

ટંકારા તાલુકાની બંગાવડી સિંચાઈ યોજનામાં હાલમાં મચ્છુ-૨ ડેમ મારફતે સૌની યોજનાનાનુ પાણી આપવામાં આવે છે તે પાણીને બંધ કરવામાં આવે તો ડુબ વિસ્તારના ખેડતોનો પાક બચી શકે તેમ છે જેથી કરીને ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પાણી હાલમાં બંધ કરવાની અને દોઢ મહિના પછી આપવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં ઓટાળા તથા દેવળીયા ગામના ડુબ વિસ્તારના ખાતેદારોઓ વાવેતર કરેલ છે જે પાક ઉતારા પર છે ત્યારે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી પાણી આવતા ખેડૂતોનો પાક ડૂબી શકે તેમ છે જેથી ખેડૂતોને ભારે નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે ખેડૂતોને રાહત આપવા તેમજ પાક ઉતારી જાય ત્યા સુધિ રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતોએ દેવુ કરીને ખેતરોમાં વાવેતર કર્યું છે અને ડૂબ વિસ્તારના ખાતેદારોને જો નુકશાન થશે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ઓછું પાણી ભારે તો ઊભો પાક બચી જાય અને ડૂબમાં ગયેલ જમીન ખાતેદારને નુકશાન ન થાય અને કેનાલ નીચે આવતા ટીમડી, બંગાવડીમાં પાણીની માગણી કરેલ છે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને થાનર નુકશાન બચી જાય તેમ છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, હાલમાં ઓટાળા, દેવળીયા તથા બંગાવડીનાં ખાતેદારોને પાણીની જરૂર નથી અને દોઢ માસ પછી ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે સમયસર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે






Latest News