મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના વીરપર ગામે સ્કોર્પિયોમાં આવી ખેડૂત કાકા-ભત્રીજાને ધોકા ફટકાર્યા બાદ હવામાં ફાયરિંગ કરનાર ચાર સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના વીરપર ગામે સ્કોર્પિયોમાં આવી ખેડૂત કાકા-ભત્રીજાને ધોકા ફટકાર્યા બાદ હવામાં ફાયરિંગ કરનાર ચાર સામે ગુનો નોંધાયો

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ દેવપાર્ક વિસ્તારમાં રહેતા શામજીભાઈ પીતાંબરભાઈ નકુમ નામના ૫૦ વર્ષીય આધેડ તથા તેમના ભત્રીજા ચુનીલાલ પરસોતમ નકુમ (ઉંમર ૩૫) બંને ગઈકાલે ચારેક વાગ્યે તેઓની ઘુનડા રોડ ઉપર વીરપર ગામની સીમમાં આવેલ વાડીએ હતા ત્યારે ત્યાં કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા ચાર-પાંચ અજાણ્યા લોકોએ તેઓને ધોકા વડે માર માર્યો હતો અને બાદમાં બંધુક વડે હવામાં ફાયરિંગ કર્યું હતું અને "આ જમીન અમારી છે ખાલી કરી નાખજો" તેવી દમદાટી મારી હતી તેમ જણાવતા બંને ઇજાગ્રસ્ત કાક-ભત્રીજાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવામાં લાવવામાં આવ્યા હતા અને બનાવોટ અંગે એ ડિવિઝન પોલીસને હોસ્પીટલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને બનાવ ટંકારાની હદનો હોય હાલ ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરેલ છે.

જે અંગે વધુમાં મળતી માહિતી મુજબ વિરપરના મેરૂભાઈ રામજીભાઈ ભુંભરીયા (રબારી) કાળા રંગની સ્કોર્પીયોએ પણ નંબર પ્લેટ વગરની..! માં તેની સાથે ત્રણેક અજાણ્યા શખ્સોની સાથે ઘસી જઇને "આ જમીન અમારી છે" કહી મોરબીના સથવારા કાકા ભત્રીજાને લાકડી-ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ભોગ બનનાર ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ અને  કાકા શામજીભાઈ નકુમને ઈજા પહોંચી હોય ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ તેઓ દ્રારા હુનો નોંધાવાતા ટંકારા પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ જાતે સતવારા (૩૫) રહે.યોગેશ્વર સોસાયટી રવાપર રોડ મોરબીએ જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલી સર્વે નંબર ૨૦૪ પૈકી ૧-૨ તેમના પરિવારના સંયુક્ત ખાતે આવેલી છે જેમા ગઈ કાલે વાડીએ ફરીના પિતા અને કાકા શામજીભાઈ કામ કરી રહ્યા હતા ત્યારે બપોરે ભાતું લઈ પોતે ગયા હતા અને રોકાઈ કામમાં જોતરાયા હતા ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યે વિરપરના મેરૂભાઈ રામજીભાઈ ભુંભરીયા (રબારી) કાળા રંગની સ્કોર્પીયો નંબર પ્લેટ વગરનીમા તેની સાથે ત્રણેક અજાણ્યા શખ્સો સાથે આવ્યો હતો અને આ જમીન અમારી છે તમે કા આવો છો..? કહીને ફરીયાદી ચુનીલાલને તેમના કાકા શામજીભાઇને લાકડી વડે પગના ભાગે માર મારવા લાગ્યા હતા ત્યારે ફરીયાદીના પિતા પરશોતમભાઇ નકુમે બુમરાણ મચાવી હતી જેથી હુમલાખોરો ત્યાંથી નાશી ગયા હતા અને જતા હતા ત્યારે જો આ જમીનમાં આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ફરિયાદ ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ અને તેના કાકા શામજીભાઈ નકુમને ઈજા પહોંચી હોય સંબધીને ટેલિફોનિક જાણ કરી ૧૦૮ મારફત મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ટંકારા પોલીસે આઈપીસી કલમ ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ મેરૂભાઈ રબારી અને અન્ય ત્રણ અજાણ્યા લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે ફરિયાદની અંદર હવામાં કરવામાં આવેલ ફાયરિંગનો છેદ ઉડી ગયો હતો.






Latest News