મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની પંચાસર ચોકડીએ ખેતરમાં ઓવર સ્પીડમાં ટ્રેક્ટર ચલાવતા સતવારા યુવાનનું ટાયરમાં આવી જતા મોત


SHARE















મોરબીની પંચાસર ચોકડીએ ખેતરમાં ઓવર સ્પીડમાં ટ્રેક્ટર ચલાવતા સતવારા યુવાનનું ટાયરમાં આવી જતા મોત

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ ખેતરમાં યુવાન ટ્રેકટરની ડ્રાઇવર સીટની બાજુમાં ટાયરના પંખા ઉપર બેઠો હતો દરમ્યાનમાં ટ્રેક્ટર ચાલકે ઓવર સ્પીડમાં ટ્રેક્ટર ચલાવતા સતવારા યુવાન નીચે પડી ગયો હતો જેથી ટ્રેક્ટરના આગલા વ્હીલમાં આવી જવાથી ગણેશ કણઝારીયા નામના યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતુ જે અંગે મૃતકના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ હદાણીની વાડી વિસ્તારમાં રહેતા ગણેશભાઈ લાલજીભાઈ કણજારીયા જાતે સતવારા નામના ૩૫ વર્ષના યુવાનનું ટ્રેક્ટરના આગલા વ્હીલમાં આવી જવાથી કમકમાટીભર્યું મોત નિપજયુ હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યું હોય હોસ્પિટલ સુત્રો તરફથી પોલીસને જાણ કરાતા પોલીસે આગળની તપાસ કરી હતી.દરમિયાનમાં મૃતક ગણેશ લાલજી કંજારીયા જાતે સતવારા (૩૫) ના પિતા લાલજીભાઈ સવજીભાઈ કણજારીયા જાતે સતવારા (ઉમર ૫૫) રબે.હદાણીની વાડી પંચાસર રોડ મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે સુરેશ જસાભાઈ કણજારીયા જાતે સતવારા રહે.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પંચાસર ચોકડી નજીક મોટી કેનાલ પાસે પસાભાઈ જલાભાઈના ખેતરમાં ઉપરોક્ત સુરેશ કણજારીયા ટ્રેક્ટર ચલાવતો હતો અને તેઓનો મૃતક પુત્ર ગણેશ લાલજી કંજારીયા ડ્રાઇવર સીટની બાજુમાં ટાયરના પંખા ઉપર બેઠો હતો. ટ્રેક્ટર ચાલક સુરેશ જસા કણજારીયાએ ઓવર સ્પીડમાં ટ્રેક્ટર ચલાવતા તેઓનો પુત્ર ગણેશ કણજારીયા ટ્રેક્ટરના પંખા ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તે ટ્રેક્ટરના આગલા વ્હીલમાં આવી જતા પેટ, છાતી અને પગના ભાગે તેમજ કમરના ભાગે મરણતોલ ઇજાઓ થઈ હતી જેથી તેઓના પુત્ર ગણેશ લાલજી કંજારીયાનું મોત નીપજ્યું હતું હાલ મૃતક ગણેશભાઈના પિતા લાલજીભાઈ કણજારીયાની ઉપરોક્ત ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા ટ્રેક્ટર ચાલક સુરેશ જસા કણજારીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરીને આગળની તપાસ તેઓ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

બાઈક સાથે બાઇક અથડાતા યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા વિજય હરિભાઈ ટોયટા નામના ૧૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા પહોંચતા તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવને પગલે સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ઉપરોક્ત અકસ્માત બનાવની જાણ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યુ હતું કે ગઈકાલે સાંજના આઠેક વાગ્યાના અરસામાં વિજય હરિભાઈ ટોયટા નામનો ૧૬ વર્ષનો યુવાન બાઈક લઈને તેની સોસાયટી પાસેથી જતો હતો તે દરમિયાનમાં તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાયું હતું જેથી માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






Latest News