મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર અને વજેપરમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE







મોરબીના લીલાપર અને વજેપરમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબી તાલુકાનાં લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં તેમજ વજેપર ગામના સર્વે નંબર ૧૧૬૬ વાળી જમીનમાં ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી તાલુકા મામલતદાર દ્વારા લીલાપરના બે શખ્સોની સામે હાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા મામલતદાર દિવ્યરાજસિંહ જે. જાડેજાએ  હાલમાં નારણભાઇ માધાભાઇ લાબરીયા તથા મનોજભાઇ વશરામભાઇ રબારી રહે. બંન્ને લીલાપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેલીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં તેમજ વજેપર ગામના સર્વે નંબર ૧૧૬૬ વાળી જમીનમાં આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ- ૩૪(૧)(), (૩) તથા પ (ક)૫ (ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કેસની તપાસ એસસીએસટીના નાયબ પોલીસ અધિક્ષક સેલ હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ ચલાવી રહી છે






Latest News