મોરબીના લીલાપર અને વજેપરમાં સરકારી જમીન ઉપર દબાણ કરનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના ભડીયાદ ગામે ઘરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ
SHARE
મોરબીના ભડીયાદ ગામે ઘરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસની રેડ
મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસે રામદેવપીરના ઢોરા નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેથી કરીને ત્યાં રહેણાંક મકાનમાં તાલુકા પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય દેશી દારૂ અને દેશી દારૂ બનાવવા માટેના સાધન મળીને કુલ મળીને ૩૧૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને તેઓની પ્રોહીબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના ભડીયાદ ગામમાં રહેતા દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલાના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેઓ ઘરમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો ૨૦૦ લીટર આથો તેમજ ગેસનો બાટલો, ગેસનો ચૂલો, બકડ્યું, બેરલ વિગેરે મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૩૧૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને દેવીસિંહ ઉર્ફે લાલભા પંચાણજી ઝાલા (ઉંમર ૩૬) તેમજ ધીરજભાઈ અવચરભાઇ સોમાણી જાતે કોળી (ઉંમર ૨૧) ની ધરપકડ કરી તેઓની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
દારૂ ભરેલી રિક્ષા પકડાઈ
મોરબી તાલુકાના ઘુટુ ગામ પાસેથી હળવદ મોરબી હાઇવે ઉપરથી સીએનજી રીક્ષા પસાર થતી હતી તે રિક્ષાને રોકીને પોલીસે તલાસી લેતાં તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને બે હજાર રૂપિયાનો દારૂ અને ૬૦ હજાર રૂપિયાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૪૧૩ ને કબજે કરી પોલીસે હાલમાં કિશોરભાઈ લાભુભાઈ વાઘેલા (ઉંમર ૨૮) રહે, ત્રાજપર શેરી નંબર-૧ અને મુકેશભાઈ કરશનભાઈ વરાણીયા જાતે કોળી (ઉંમર ૩૬) રહે ઇન્દિરાનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હાલમાં જે પ્રાથમિક પૂછપરછમાં વિગત સામે આવી છે તેમા તેને જણાવ્યું છે કે રમેશભાઈ રહે રાયધ્રા તાલુકો હળવદ વાળા પાસેથી તેઓએ આ દેશી દારૂનો જથ્થો પોતાની રીક્ષામાં ભરેલ હતો અને વેચાણ માટે આ દારૂનો જથ્થો હકાભાઇ જીવણભાઈ અદગામા રહે, ઘુંટું વાળાને આપવા માટે જતા હતા જેથી કરીને હકાભાઇ અને રમેશભાઈને પકડવા માટે તેને પોલીસે તજવીજ શરૂ કરી છે