મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૫૪ શાળાઓમાં ગ્રામ પંચાયત સેક્રેટરીની પરીક્ષાનું કરાયું આયોજન


SHARE







મોરબી જિલ્લાની ૫૪ શાળાઓમાં ગ્રામ પંચાયત સેક્રેટરીની પરીક્ષાનું કરાયું આયોજન

ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આગામી તા. ૭/૫/૨૦૨૩ના રોજ લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જગ્યાઓ પર ભરતીની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. ૭/૫/૨૦૨૩ના રોજ પરીક્ષા સમય ૧૨:૩૦ થી ૦૧:૩૦ કલાક સુધી પરીક્ષા દરમિયાન પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી

તેમજ અન્ય સાહિત્ય કે કોઇપણ પ્રકારની અન્ય વસ્તુઓ લઈ જવી નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસ સવારે ૯:00 કલાકથી ૧૪:૦૦ કલાક સુધી ૧૦૦ મીટર(સો મીટર)ના વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે સવારે ૦૯:૦૦ થી ૧૪:૦૦ કલાક દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર(સો મીટર)ના વિસ્તારમાં ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જગ્યાઓ માટેની પરીક્ષા મોરબી જિલ્લાની કુલ ૫૪  શાળાઓ ખાતે યોજાનાર છે. પરીક્ષા દરમિયાન યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.




Latest News