વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

માળિયાની આરામ હોટલ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE





માળિયાની આરામ હોટલ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી નજીક હાઇવે ઉપર આવેલી આરામ હોટલ પાસેથી શંકાસ્પદ સ્કુટર ચાલક નીકળતા તેને અટકાવી તલાસી લેવામાં આવતા તેની પાસેથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી કરીને એક શખ્સની ધરપકડ કરીને તેણે જેની પાસેથી આ દારૂનો જથ્થો મેળવ્યો હતો તે ઇસમનું નામ ખૂલ્યું હોય હવે માળીયા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા તેમજ સંજયભાઇ રાઠોડ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે માળીયા સીટી નજીક હાઇવે ઉપર આવેસ આરામ હોટલ સામેથી શંકાસ્પદ ટીવીએસ જ્યૂપિટર સ્કુટર નંબર જીજે ૩૬ પી ૫૧૩૮ લઈને નિકળેલા મૂળજી રતિલાલ પરમાર (ઉમર ૨૯) ધંધો ભંગાર લે-વેચ હાલ રહે.અપ્પુ પ્લાસ્ટિક કારખાનાની પાસે લાલપર તા.જી.મોરબી મૂળ રહે ઉટબેટ (સામપર) તા.જી.મોરબી વાળાને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા મૂળજી પરમારના કબ્જામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવતા રૂપિયા ૩૬૦૦ ની કિંમતની દારૂની ૧૨ બોટલો તેમજ રૂપિયા ૪૦ હજારની કિંમતનું સ્કુટર એમ કુલ મળીને રૂા.૪૩,૬૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે મુળજી રતિલાલ પરમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને આ જથ્થો રવિ ધીરજલાલ લખતરીયા રહે.લાલપર તા.જી.મોરબી વાળો અહિં આપી ગયો હોય તેવી મુળજીએ કબુલાત આપતા રવિ લખતરીયાની વિરુદ્ધ પણ ગુનો નોંધીને હવે રવિ લખતરીયાની માળીયા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ 

માળીયા મીંયાણા પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાખોડિયા વાંઢ વિસ્તારમાં બાવળની કાંટમાં રેડ કરી હતી જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોય અને ત્યાંથી દેશી દારૂ બનાવવાનો આઠસો લીટર આથો ત્યાંથી મળી આવ્યો હોય રૂપિયા સોળસોની કિંમતનો દેશી દારૂનો જથ્થો પકડયો પકડી પાડવામાં આવ્યો હતો અને તેમાં માળિયા મિંયાણાના ત્રણ રસ્તા પાસે રહેતા યુસુફ અકબર મોવર જાતે મિંયાણા નામના ઇસમનું નામ ખુલતા હવે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.




Latest News