વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઈલ જોતા સગીર દીકરાને ભણવા બાબતે ઠપકો દેતા ગળેફાસો ખાઇ કર્યો આપઘાત


SHARE





મોરબીની ગોપાલ સોસાયટીનો બનાવ : મોબાઈલ જોતા સગીર પુત્રને ભણવા બાબતે ઠપકો દેતા ગળેફાસો ખાઇ જતા સગીરનું મોત

મોરબીના સામાકાંઠે આવેલી ગોપાલ સોસાયટીમાં રહેતા વીપ્ર પરિવારનો સગીરવયનો બાળક ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બાળક મોબાઈલ જોતો હોય પરિવારજને તેને અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું હતું જેથી કરીને ગઈકાલે સાંજે ગળેફાસો ખાઇ લેતાં સગીરનું મોત નીપજયું હતું બનાવને પગલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલી ગોપાલ સોસાયટીમાં રહેતા જયેશભાઇ પંડ્યાનો ૧૬ વર્ષનો દીકરો પરમ તા.૧૫-૯ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેના ઘેર ગળેફાંસો ખાઇ જતા પરમ જયેશ પંડયા નામના ૧૬ વર્ષના સગીરવયના બાળકનું મોત નિપજયું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હોય સિવિલ હોસ્પીટલના તબીબે બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને બીટ જમાદાર ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે પરિવારના સભ્યએ તેને ભણવામાં ધ્યાન આપવા માટે જણાવ્યું હતુ જેથી પરિવારજને આપેલ સામાન્ય ઠપકાનું મનોમન લાગી આવતા મૃતક પરમ પંડયાએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું..! જોકે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક પરમ વધુ પડતો મોબાઇલ જોતો હોય તેને તેના પરિવારને મોબાઇલ મુકીને અભ્યાસમાં ધ્યાન દેવાનું જણાવ્યું હતું તે વાતનું મનોમન લાગી આવવાથી પરમ પંડ્યા નામના ૧૬ વર્ષના સગીરે ઉપરોકત અંતિમ પગલું ભરી લીધું હતું..!

ઝેરી દવા પી જતાં મહિલા સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવતા નાના દહિંસરા ગામે રહેતા ભાવનાબેન કૌશિકભાઇ ભટાસણા નામની ૩૦ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને આજે તા.૧૬-૯ ના વહેલી સવારે ચારેકક વાગ્યાના અરસામાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ અર્થે બનાવની માળીયા પોલીસને જાણ કરી હતી. જ્યારે મોરબી નજીક આવેલા ટંકારા ખાતે સાપ કરડી જતા મૂળ જૂનાગઢના શંભુભાઈ મનુભાઈ મેર નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીની હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જે અંગે મોરબી પોલીસે નોંધ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News