વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકાયેલા આરોપી રફીક માંડવીયા સહિત પાંચના ૨૦ મી સુધી રિમાન્ડ મંજૂર


SHARE





















મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકાયેલા આરોપી રફીક માંડવીયા સહિત પાંચના ૨૦ મી સુધી રિમાન્ડ મંજૂર

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે જે પૈકીનાં અગાઉ પકડાયેલા ચાર આરોપીઓના રીમનદ પૂરા થતાં તેને વધુ રિમાન્ડની માંગ સાથે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથે રફીક માંડવિયાની ધરપકડ કરવામાં આવી હોય તેના પણ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેથી કરીને કોર્ટે હત્યાના આ ગુનામાં પાંચેય આરોપીઓના આગામી ૨૦ મી તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચાર આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં હોય આ આરોપીને વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેની સાથે હત્યાના આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી રફીક રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરેલ હતી જેથી તેના પણ રિમાન્ડ લેવા માટે તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને કોર્ટે પાંચેય આરોપીઓના ૨૦ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જેથી પોલીસે હત્યાના ગુનાને અંજામ આપીને નાશી ગયેલા આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે 










Latest News