મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ટંકરાના મિતાણા પાસે આવેલ ડેમી -૧ ડેમ છલકું છલકું


SHARE







ટંકરાના મિતાણા પાસે આવેલ ડેમી -૧ ડેમ છલકું છલકું

મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલ વરસાદ અને ખાસ કરીને ડેમાં કેચમેટ વિસ્તાર અને ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના લીધે સ્થાનિક ડેમોમાં નવા નીરની આવક થયેલ છે ત્યારે અગાઉ ટંકારાનો બંગાવડી ડેમ ઓવરફ્લો થયો હતો હાલમાં મિતાણા નજીક આવેલ ડેમી -૧ ડેમ છલકું છલકું થઈ ગયો છે

ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ વિશાળ ડેમી -૧ ડેમના ઉપરવાસમાં વાંકાનેર પંથકમાં થયેલા વરસાદને પગલે ડેમ છલકાઈ ગયો છે અને ડેમસાઈટ ઉપર મનમોહક નજારો જોવા માટે લોકો ઉમતા હતા ઉલેખનીય છે કે, ડેમી -૧ સિંચાઇ યોજના હેઠળ મિતાણા, હરબટીયાળી હિરાપર, સરાયા, નાના મોટા ખિજડીયા, કલ્યાણપર અને જબલપુર સહિતના ગામોની કેનાલ મારફતે પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે ત્યારે ડેમ છલકી જતા ખેડૂતોને શિયાળુ સીઝન માટે પાણી મળવાની આશા જાગી છે જો કે, ડેમ સાઈટ ઉપરના ઓફીસર ડી.જી. પ્રજાપતિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડેમ ૯૪ % ભરાઈ ગયો હોય પવનની ગતિથી પાણી હિલોળે ચડતા ડેમ છલકાઇ રહયો છે. ઈનફલો સામે આઉટફલો સમાનતર થશે ત્યારે સત્તાવાર ઓવરફલો જાહેર કરવામાં આવશે.






Latest News