મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની એલીટ B.Sc. કોલેજ દ્વારા એલિટ સાયન્સ મેનીયા યોજાયો


SHARE







મોરબીની એલીટ B.Sc. કોલેજ દ્વારા એલિટ સાયન્સ મેનીયા યોજાયો

એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ દ્વારા ત્રિ-દિવસીય એલિટ સાયન્સ મેનીયા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન તા.૧૩થી ૧૫/૦૯ સુધી કરવામાં આવેલ હતું અને એલિટ સાયન્સ મેનીયા નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે જ્ઞાન તથા જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવો હતો.

જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમ કે  Physics Models, Mathematics Models, Micro Biology Models, Chem-Show તથા વિવિધ Posters Presentations નો સમાવેશ કરવામાં આવ્યો હતો એલીટ B.Sc. કોલેજના હેડ યાજ્ઞિક ભાડજા તથા પ્રાધ્યાપકો મિતેષ, ગૌતમ, પ્રકાશ, અયાજ, ઈંજામૂલ, મનીષ, દિપ્તી મેડમ, પૂજા મેડમ, હર્ષિદા મેડમ, અમી મેડમ, પીનલ મેડમ અને રેખા મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન એલીટ B.Sc. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું અને એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ શૈલેષ કલોલા તથા પ્રિન્સિપાલ ભાવેશ ચાડમિયાએ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News