હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં આઠ લોકોને ઇજા 


SHARE

















મોરબીમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં આઠ લોકોને ઇજા 

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં બનેલા વાહન અકસ્માતોના બનાવમાં આઠેક લોકોને ઇજાઓ થતાં તેમજ બે મહિલાઓ ઝેરી દવા પી જતાં તમામને સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર રોડ ઉપર પટેલ છાત્રાલય પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રહેવાથી રાજેશ જીવરાજભાઇ લીખીયા તેમજ તુલસીભાઈ દેવરાજભાઈ વસીયાણીને ઇજાઓ થતાં બંનેને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ ઉપર રહેતો કપિલ જેસીંગભાઇ ચૌહાણ નામનો ૨૩ વર્ષનો યુવાન સાયન્સ કોલેજ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા કપિલને પણ સારવારમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

મોરબીના બંધુનગર ગામે રહેતો ધર્મેન્દ્રભાઈ વશરામભાઈ સરડવા નામનો યુવાન કારખાનેથી બપોરે ત્રણેક વાગ્યે ઘરે જમવા જતો હતો ત્યારે ઇટાલિકા સીરામીક પાસે બાઈકની આડે આંખલો ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત ધર્મેન્દ્ર સરડવાને અત્રે આયુષ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે રહેતા યુવરાજસિંહ ભુપતસિંહ પરમાર નામનો ૩૫ વર્ષનો યુવાન ઘરેથી ધાંધલપુર જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં કોરડા ગામ પાસે રોડ ઉપર અચાનક બમ્પ આવતા તેનું બાઈક સ્લીપ મારી ગયું હતું જેથી ઇજાગ્રસ્ત યુવરાજસિંહ પરમારને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

હાલમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા રસનાળ ગામે રબેતા શૈલેષભાઇ મગનભાઇ ડામોર (૨૦) અને ગુડ્ડુભાઈ પારસીંગભાઈ ડામોર (૨૦) નામના બે યુવાનો બાઈકમાં જતા હતા ત્યારે ખાખરા(બંગાવડી-ટંકારા) પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જેથી શેલૈષ અને ગુડ્ડુને મોરબી સિવિલે સારવારમાં ખસેડાયા હતા.મોરબીના નાનીબરાર ગામે રહેતા માણેકબેન જયંતીભાઈ વિઠ્ઠલાપરા નામના ૫૮ વર્ષીય વૃદ્ધા ગામ નજીકથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઇ જતા બાઈકમાં સવાર માણેકબેનને ઈજાઓ થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.

ઝેરી દવા પી લેતા યુવતી સારવારમાં

ટંકારાના મફતપરા વિસ્તારમાં રહેતા સાનિયાબેન કાદરભાઈ હસનભાઈ મકવાણા નામની ૧૬ વર્ષીય સગીર વયની યુવતી કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને સાનિયાબેનને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લવાતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો યુસુફ હાસમભાઇ ભટ્ટી જાતે મિંયાણા નામનો ૧૮ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી જતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.




Latest News