મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેવાના ગુના બીજા આરોપીની ધરપકડ
SHARE









મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેવાના ગુના બીજા આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીની સાથે અવારનવાર દુષ્કર્મ આચરીને જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીસ તેવી આપીને બે શખ્સો દ્વારા તેને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલી સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં બીજા આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જો “આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું” તેવી બે શખ્સો દ્વારા ધમકી આપવામાં આવી હતી જેથી કરીને સગીરાએ કોઈને દુષ્કર્મના બનાવ વિશે જે તે સમયે જાણ કરી ન હતી જોકે સગીરાને ગર્ભ રહી ગયો હોવાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ભોગ બનેલી સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા મનીષભાઈ દેવશીભાઇ લાંબરીયા અને વિપુલભાઇ લાલાભાઈ ગમારા નામના બે શખ્સોની સામે ફરિયાદનોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં વિપુલભાઇ લાલાભાઈ ગમારા (૨૩) રહે, હાલમાં ઉંચી માંડલ મૂળ રહે.નાયકા ગૌતમગઢ તાલુકો મુળી વાળાની ધરપકડ કરેલ છે
