મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીથી ટ્રક હેઠળ કચડાઇ જતા અઢી વર્ષના બાળકનું મોત : માતા સારવારમાં


SHARE









મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીથી ટ્રક હેઠળ કચડાઇ જતા અઢી વર્ષના બાળકનું મોત : માતા સારવારમાં

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવતા જેતપર રોડ ઉપરના બેલા ગામની સિમમાં આવેલ ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર આવેલ વીવીયાના વિટ્રીફાઇડ (સેલ્ફી સિરામીક) નામના સીરામીકના કારખાનામાં અમુક મજૂર લોકો કારખાનામાં ઓફિસની બહારના ભાગે સૂતા હતા ત્યારે મોડી રાતના બારેક વાગ્યાના અરસામાં એક ટ્રક મેટાડોર નંબર એમએચ ૧૫ ઇજી ૭૭૦૦ ના ચાલકે આગળ પાછળ જોયા વિના ટ્રક મેટાડોર ચલાવી દેતા ટ્રક અઢી વર્ષના બાળક ઉપર ફરી વળતા મજુર પરીવારના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેની માતાને ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવી હતી જોકે સદભાગ્ય અન્ય મજૂરોને કોઈ બીજા પહોંચી ન હતી હાલ બનાવવાની જાણ થતા તાલુકા પોલીસ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર નજીક આવેલ વીવીયાના વીટ્રીફાઇડ નામના કારખાનામાં ઉપરોકત અકસ્માત બનાવ બન્યો હતો જેમાં મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કારખાનાના ગ્રાઉન્ડમાં ઓફિસના બહારના ભાગે અમુક મજૂરો સુતા હતા ત્યારે ટ્રક ચાલકે આગળ પાછળનું ધ્યાન રાખ્યા વિના ટ્રક ચલાવતા મૂળ ઝારખંડના મજુર પરિવારના અઢી વર્ષના રાજેન વિરસિંગભાઈ બિરવા હાલ રહે.વિવિયાના વિટ્રીફાઇડ મૂળ રહે.ઝારખંડનું મોત નીપજ્યું હતું જ્યારે તેની માતા બલમાબેન વિરસિંગભાઈ બિરવા (ઉમર ૩૮) હાલ રહે.ખોખરા હનુમાન મંદિર રોડ વિવીયાના વિટ્રીફાઇડને હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેણીને સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ માથકના એમ.એલ. બારૈયા દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે. સદભાગ્યે અન્ય મજૂરો પણ નજીકમાં જ સુતા હતા પરંતુ તેઓને કોઈને ઇજા પહોંચી ન હતી અને આ બનાવમાં અઢી વર્ષના બાળકનું મોત નીપજયુ હતું અને તેની માતાની ઈજા પહોંચતા હાલ સારવારમાં લઈ જવામાં આવી હોવાનું જાણવા મળે છે.વધુમાં મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર ટ્રક મેટાડોર ચાલકને કારખાનાના સંચાલકો દ્વારા પકડીને હાલ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ અન્ય કારખાનામાંથી માલ ભરીને ડ્રાઇવર મહારાષ્ટ્ર પાસીંગનું મેટાડોર લઇ મોરબીની વિવિયાના વિટ્રીફાઇડમાં માલ ભરવા માટે આવ્યો હતો ત્યારે મોડી રાત્રીના આ બનાવ બન્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ એડોન સિરામિક નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના લક્ષ્મીબેન અજયભાઈ (ઉંમર વર્ષ ૨૨) નામની મહિલાને રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર કોઈની સાથે મારામારીના બનાવમાં ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવતા પતિ સાથે ઝગડો થયા બાદ દોડવા જતા પડી જવાથી તેણીને ઇજા પહોંચી હોવાનું ખુલ્યુ હતુ.






Latest News