મોરબીમાં ત્રાજપર નજીક યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરીને છરીનો ઘા ઝીકયો
મોરબીની ભક્તિનગર સોસાયટીમાં રહેતો યુવાન ટોયલેટ ક્લીનર પી જતાં સારવારમાં ખસેડાયો
SHARE
મોરબીની ભક્તિનગર સોસાયટીમાં રહેતો યુવાન ટોયલેટ ક્લીનર પી જતાં સારવારમાં ખસેડાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર ટોયલેટ ક્લીનર પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલને લઈને આવ્યા હતા અને હોસ્પિટલે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ રમેશભાઈ પંડ્યા (૩૮) નામના યુવાને પોતે પોતાની જાતે પોતાના ઘરે હતો ત્યારે ટોયલેટ ક્લીનર પી લીધું હતું જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યો બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ મેઘાણીની વાડીમાં શ્યામ ગ્લાસવેરની સામેના ભાગમાં રહેતા ચંદ્રેશભાઇ મનજીભાઈ ડાભી (૨૭) નામનો યુવાન રવાપર ગામથી લીલાપર કેનાલ રોડ થઈને શ્યામ વાડી પાસે જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ચંદ્રેશભાઇ ડાભીને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ અંગેની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ટાઉનશીપની બાજુમાં આવેલ લાભનગરમાં રહેતો કુંવરસિંહ (૩૧) નામનો યુવાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં આવેલ તેજાણીની વાડીમાં રહેતા દેવજીભાઈ પરમાર તેની સાત વર્ષની દીકરી મીનાક્ષીને પોતાના બાઈકમાં બેસાડીને કપડાની ખરીદી કરવા માટે જતા હતા ત્યારે વનરાજ ટાઇલ્સ પાસે ગાડી વાળાએ અચાનક બ્રેક મારતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈકમાં બેઠેલ મીનાક્ષી પરમાર રસ્તા ઉપર નીચે પટકાતા તેના જમણા હાથમાં ફ્રેક્ચર થવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે