વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેવાના ગુના બીજા આરોપીની ધરપકડ


SHARE





















મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેવાના ગુના બીજા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીની સાથે અવારનવાર દુષ્કર્મ આચરીને જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીસ તેવી આપીને બે શખ્સો દ્વારા તેને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલી સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં બીજા આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે

 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જો “આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું” તેવી બે શખ્સો દ્વારા ધમકી આપવામાં આવી હતી જેથી કરીને સગીરાએ કોઈને દુષ્કર્મના બનાવ વિશે જે તે સમયે જાણ કરી ન હતી જોકે સગીરાને ગર્ભ રહી ગયો હોવાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ભોગ બનેલી સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા મનીષભાઈ દેવશીભાઇ લાંબરીયા અને વિપુલભાઇ લાલાભાઈ ગમારા નામના બે શખ્સોની સામે ફરિયાદનોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં વિપુલભાઇ લાલાભાઈ ગમારા (૨૩) રહે, હાલમાં ઉંચી માંડલ મૂળ રહે.નાયકા ગૌતમગઢ તાલુકો મુળી વાળાની ધરપકડ કરેલ છે










Latest News