મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેવાના ગુના બીજા આરોપીની ધરપકડ
મોરબી વિકાસ વિદ્યાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે કેક કટિંગ કરાયું : શૈક્ષણિક કીટ અર્પણ
SHARE









મોરબી વિકાસ વિદ્યાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે કેક કટિંગ કરાયું : શૈક્ષણિક કીટ અર્પણ
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ઠેરઠેર સેવાકીય કામોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન ઉજવાયો હતો ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર સહિતના આગેવાનોની ટિમ ત્યાં હાજર રહી હતી અને આ તકે વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા (જયદીપ કંપની) દ્વારા વિકાસ વિદ્યાલય ખાતે રહેતી તમામ બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી
