મોરબીની એલીટ B.Sc. કોલેજ દ્વારા એલિટ સાયન્સ મેનીયા યોજાયો
SHARE









મોરબીની એલીટ B.Sc. કોલેજ દ્વારા એલિટ સાયન્સ મેનીયા યોજાયો
એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ દ્વારા ત્રિ-દિવસીય એલિટ સાયન્સ મેનીયા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન તા.૧૩થી ૧૫/૦૯ સુધી કરવામાં આવેલ હતું અને એલિટ સાયન્સ મેનીયા નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે જ્ઞાન તથા જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવો હતો.
જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમ કે Physics Models, Mathematics Models, Micro Biology Models, Chem-Show તથા વિવિધ Posters Presentations નો સમાવેશ કરવામાં આવ્યો હતો એલીટ B.Sc. કોલેજના હેડ યાજ્ઞિક ભાડજા તથા પ્રાધ્યાપકો મિતેષ, ગૌતમ, પ્રકાશ, અયાજ, ઈંજામૂલ, મનીષ, દિપ્તી મેડમ, પૂજા મેડમ, હર્ષિદા મેડમ, અમી મેડમ, પીનલ મેડમ અને રેખા મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન એલીટ B.Sc. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું અને એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ શૈલેષ કલોલા તથા પ્રિન્સિપાલ ભાવેશ ચાડમિયાએ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
