વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારનારા સરપંચની ધરપકડ: હજુ એકની શોધખોળ


SHARE





















મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારનારા સરપંચની ધરપકડ: હજુ એકની શોધખોળ

મોરબી તાલુકા ચકમપર ગામે રહેતા વૃદ્ધ તેના વાડામા હતા ત્યારે ગામના સરપંચ અને અન્ય એક શખ્સ ત્યાં આવ્યો હતો અને તેઓના ખેતર તરફ જતી પાણીની લાઇનનો એરવલવ તેને તોડ્યો છે તેવું કહીને માર માર્યો હતો જેથી વૃધ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ચકમપર ગામના સરપંચની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

ચકમપર ગામે રહેતા જેન્તિભાઇ ભીખાભાઇ દારોદ્રા જાતે કોળી (ઉ.૬૨)એ ચકમપર ગામના સરપંચ પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયા તથા એક અજાણ્યો માણસ આમ કુલ બે શખ્સોની સામે ગત તા ૮/૯ ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૩/૭/૨૦૨૧ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામા ચકમપર(જી.) ગામની સીમમા તેઓના વાડામા હતા ત્યારે તેના વાડાની જમીનમાથી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાની વાડીનો એરવાલ નીકળતો હોય જે તુટી જતા ફરીયાદીએ તે એરવલવ તોડેલ છે તેમ કહી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાએ તેને વાસામા લોખંડનો સળિયો મારી તથા બીજા આરોપીએ વાસામા પાવડાનો હાથો મારી મુંઢ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ હતી દરમ્યાન હાલમાં આ ગુનામાં પોલીસે ચકમપર ગામના સરપંચ પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયા (૬૪) ની ધરપકડ કરેલ છે










Latest News