મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારનારા સરપંચની ધરપકડ: હજુ એકની શોધખોળ
મોરબીમાં વોકિંગમાં નીકળેલા યુવાન પાસે હાથ ઉછીના પૈસા માંગીને માર મારનાર શખ્સોની ધરપકડ
SHARE









મોરબીમાં વોકિંગમાં નીકળેલા યુવાન પાસે હાથ ઉછીના પૈસા માંગીને માર મારનાર શખ્સોની ધરપકડ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે રાત્રી દરમિયાન ચાલવા માટે નીકળેલા યુવાન અને તેની સાથે અન્ય એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને ફરીયાદ નોંધાવી હતી જેમાં લખાવ્યું હતું કે, આરોપીએ તેની પાસે હાથ ઉછીના પૈસાની માગણી કરી હતી જોકે પૈસા આપવાની યુવાને ના પાડતા તેને અને તેની સાથે ચાલવા માટે નીકળેલા બંને વ્યક્તિને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ કાંટા પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં માહી એપાર્ટમેન્ટની અંદર રહેતા પ્રવિણભાઇ કરસનભાઈ રાઠોડ (૩૩) અને તેની સાથે અન્ય એક વ્યક્તિ રાત્રે ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે આરોપી મહેશભાઈ દેવજીભાઈ વણોલએ પ્રવીણભાઈની પાસે હાથ ઉછીના રૂપિયાની માગણી કરી હતી જોકે પ્રવીણભાઈએ રૂપિયા આપવાની ના કહી હતી માટે આરોપીએ યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને માથાકૂટ કરી હતી ત્યારબાદ તેને લાકડી વડે પ્રવીણભાઈ અને તેની સાથે ચાલવા માટે નીકળેલા એક વ્યક્તિને મહેશ દેવજીભાઇ વણોલએ માર માર્યો હતો તેની સાથે રહેલા મહેશ કાંતિલાલ ભંખોડિયા નામના શખ્સે પણ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી જેથી ભોગ બનેલા પ્રવિણભાઇ રાઠોડએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં મહેશ દેવજીભાઇ વણોલ અને મહેશ કાંતિભાઈ ભંખોડિયા રહે, બંને ભડીયાદ કાંટા પાસે જવાહર સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે
