મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પ્રેક્ટિસ કરાશે


SHARE









મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પ્રેક્ટિસ કરાશે

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર આવેલ રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પ્રેક્ટિસ માટે આવી રહ્યા છે. ત્યારે મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓને તેની સાથે પ્રેક્ટિસ કરવાનો અને રમવાનો મોકો મળશે

મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે ભારતીય ટીમના ચેતન સાકરીયા (આંતરરાષ્ટ્રીય ખેલાડી) અને સૌરાષ્ટ્રના રણજી ટ્રોફીના ખેલાડી હાર્વિક દેસાઈ પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છે. અને એક દિવસ નહીં ચારથી પાંચ દિવસ તેઓ ત્યાં પ્રેક્ટિસ કરશે ત્યારે મોરબીના આંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આવી રહ્યા છે જેથી કરીને મોરબીના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને રિયલ ક્રિકેટ એકેડેમી તરફથી મોરબીના ક્રિકેટ પ્રેમીઓને ચેતન સાકરીયા અને હાર્વિક દેસાઈની ક્રિકેટ પ્રેક્ટિસ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ બંને ખેલાડીઓ રવિવારે સાંજે મોરબી આવી ગયા છે અને ચારથી પાંચ દિવસ સુધી રીયલ ક્રિકેટ એકેડમી ખાતે જ પ્રેક્ટિસ કરવાના છે




Latest News