મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં જનકપુરી સોસાયટીના મકાનમાંથી ૧૬૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE









મોરબીમાં જનકપુરી સોસાયટીના મકાનમાંથી ૧૬૮ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૧૬૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી મોરબી હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીના મકાન નંબર ૧૦૨ માં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની બી ડિવિઝન પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને ૧૬૮ બોટલ મળી આવતા પોલીસે ૨૫,૭૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને વિપુલભાઈ મનસુખભાઈ દલવાણીયા જાતે કોળી (૨૨) રહે. જનકપુરી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી નજીકના શનાળા ગામે ઝાંપા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને અઢીસો રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી દીપકભાઈ વશરામભાઈ સનારિયા (૩૦) રહે. સાંઈબાબા મંદિર વાળી શેરી સનાળા વાળાની ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના હજનાળી ગામે મારામારીમાં ઈજા થતાં કંચનબેન રવજીભાઈ પરમાર (૩૫) નામની મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ કંચનબેન પરમારના ઘરે થયેલ મારામારીના બનાવમાં તેને ઈજા થઇ હોવાથી સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે અને આ બનાવની આગળની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News