મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી જગ્યાએથી ખાણ ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ચાર વાહન પકડાયા


SHARE









મોરબીમાં જુદીજુદી જગ્યાએથી ખાણ ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ચાર વાહન પકડાયા

મોરબીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જુદાજુદા વિસ્તારોની અંદર રેડ કરીને બિન અધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ સનોરા સીરામીક પાસેથી મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે.કણસાગરા દ્વારા ટ્રક નંબર જીજે ૩૬ વી ૧૯૦૦ ને અટકાવ્યું હતું અને તેના ડ્રાઇવર અજીત દિનેશ ગણેશીયા રહે.વેજલપર તા.હળવદ તેમજ જીજે ૧૩ એડબલ્યુ ૩૨૬૭ જેમાં ૩૬ ટન કાર્બોસેલ ભરેલો હતો તેના ડ્રાઇવર ભરત અજુ થારેસા વાળાઓ પાસે ખાણ ખનીજની પરવાનગી કે રોયલ્ટી પરમીટ માંગવામાં આવી હતી જો કે તેઓ પાસે કોઈપણ જાતની પાસ-પરમીટ ન હોવા છતાં તેઓ ખનીજ પરીવહન કરતા મળી આવ્યા હોય ધોરણસરનો દંડ વસૂલવા માટેની કામગીરી કરવા બંને વાહનોને જપ્ત કરીને હાલ મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના પીપળી રોડ ઉપરથી રોયલ્ટી ઇન્સપેકટર આર.કે.કણસાગરા દ્વારા વાહન નંબર જીજે ૧૨ એઝેડ ૮૯૪૦ ને અટકાવીને ડ્રાઇવર વસતા ભીમજી ભુરીયા પાસે ખાણ ખનીજ પરવાનગી માંગવામાં આવી હતી જે તેની પાસે ન હોય દંડ વસુલવા માટે તે ટ્રકને પણ જપ્ત કરીને હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળિયા હાઇવે નાગડાવાસ ગામ પાસેથી પણ વાહન નંબર જીજે ૧૨ બીઝેડ ૬૯૨૪ ને અટકાવી તેના ડ્રાઇવર કાદરખાન પાસેથી રોયલ્ટી પાસ-પરમીટ માંગવામાં આવી હતી જે તેની પાસે ન હોય દંડ વસૂલની કારયવાહી કરવા માટે વાહનને હાલ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યુ હતુ.

એસિડ પી જતા સારવારમાં

જામનગરના જોડિયા તાલુકામાં આવેલા માવનુ ગામ ખાતે રહેતા અનુબેન ધરમશીભાઈ શીવાભાઈ દેગામા નામની ૨૨ વર્ષીય પરિણીતા તેના ઘરે એસિડ પી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અનુબેનનો લગ્નગાળો ૧૦ માસનો હોય મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે જોડિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના દલવાડી સર્કલ કંડલા બાયપાસ ઉપર આવેલી મસાલની વાડી ખાતે રહેતા રમાબેન પ્રભુભાઈ લાધાભાઈ કણજારીયા નામના ૫૧ વર્ષના આધેડ મહિલાને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા હકુમભાઈ રાજાભાઈ કુગસીયા નામના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નડિયાદના ખેડા તાલુકાના માતર ગામે ટ્રક પર ચડવા જતા ટ્રકના ટાયરમાં પગ લપસી જતા ટ્રકનું ટાયર પગ ઉપરથી ફરી જવાથી તેઓને ઈજા પહોંચી હતી. મોરબીના શૈલેષભાઈ કરશનભાઈ પટેલ નામના ૫૨ વર્ષ આધેડને મોરબીના રવાપર ગામ નજીક આવેલ બોનીપાર્ક વિસ્તારમાંથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતા તેઓને અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા.




Latest News