મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીના લગ્ન પ્રસંગમાં રાસ રમવાની ના પાડતા છરી ઝીંકનાર ઝડપાયો


SHARE









મોરબીમાં દીકરીના લગ્ન પ્રસંગમાં રાસ રમવાની ના પાડતા છરી ઝીંકનાર ઝડપાયો

મોરબીના કુલીનગરમાં રહેતા આધેડની દીકરીનો લગ્ન પ્રસંગ હોય ઘર પાસે મહિલાઓ રાસ રમતી હતી તે સમયે એક શખ્સ ત્યાં રાસ રમવા આવ્યો હતો જેને રાસ રમવાની ના પાડતા ઉશ્કેરાઈ જઇને તે શખ્સે ઝઘડો કરી તેની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો જેની ફરીયાદ નોંધાયેલ તેમાં હુમલાખોરની ધરપકડ કરવામાં આવેલ છે.
 
મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા રમજાનભાઈ કરીમભાઈ નોતીયાર જાતે મુસ્લિમ મિંયાણાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તે સમયે ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઇ કુરેશી રહે. વીસીપરા કુલીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેની તપાસ ચલાવી રહેલા એચ.એમ.મકવાણાએ ઇમરાન ઉર્ફે લાલો મુસા કુરેશી જાતે મુસ્લિમ (ઉમર ૨૬) રહે.કુલીનગર શેરી નંબર-૧ વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ હદાણીની વાડી વિસ્તારમાં રહેતા નવઘણભાઈ જેઠાભાઈ કંજારીયા નામના ૫૬ વર્ષના આધેડને મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ધૂનડા રોડ ઉપરથી બાઈકમાં પાછળ બેસીને સિદ્ધિવિનાયક પાર્કમાં આવેલ ભીમનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મિરાજબેન રાજેશભાઈ પારેખ (૪૬) નામના મહિલા જઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં મિરાજબેન પારેખને ઈજાઓ થયો હોવાથી ઇજાગ્રસ્તમાં તેને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે




Latest News