મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

હળવદના વાંકીયા ગામની સીમમાં નદીના પટમાંથી ૧૦.૬૭ લાખના ખનીજની ચોરી: એક્વેસેટર મશીનના માલિક સામે નોંધાયો ગુનો


SHARE









હળવદના વાંકીયા ગામની સીમમાં નદીના પટમાંથી ૧૦.૬૭ લાખના ખનીજની ચોરી: એક્વેસેટર મશીનના માલિક સામે નોંધાયો ગુનો

હળવદ તાલુકાના વાકિયા ગામની સીમમાં ઘોડાધ્રોઇ નદીના પટમાંથી બ્લેક ટ્રેપ ખનીજની ચોરી કરવામાં આવતી હોય અગાઉ ત્યાં રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી દરમિયાન હવે ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા એકવેસેટર મશીનના માલિક સહિત તપાસમાં જે સામે આવે તે તમામની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧૦.૬૭ લાખ રૂપિયાના ખનીજની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી આગળના ભાગમાં આવેલ વૃંદાવન પાર્કમાં શિવ ગંગા એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા ગોપાલભાઈ કિશોરભાઈ ચંદારાણા (૨૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેસીબી કંપનીના એકવેસેટર મશીન નંબર જીજે ૩ ઇએ ૮૨૦૭ ના માલિક વિજયભાઈ લાલજીભાઈ વડસોલા રહે. ટીંબડી તથા તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા ૧૫/૩/૨૩ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના વાંકિયા ગામથી ઘોડાધ્રોઇ નદીના પટમાં ખનીજ ચોરી થતી હોવા અંગેની માહિતી મળી હતી જેના આધારે ત્યાં કામગીરી કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી એક્વેસેટર મશીન કબજે કરવામાં આવ્યું હતું અને સ્થળ ઉપરથી જે ખનીજ ચોરી કરવામાં આવી હતી તેની માપણી કરવામાં આવતા નદીના પટમાંથી બ્લેક ટ્રેપ ખનીજની ૩૩૯૦ મેટ્રિક ટન ચોરી કરવામાં આવેલ છે અને પ્રતિ મેટ્રિક્ટરના ૩૧૫ રૂપિયા લેખે ૧૦,૬૭,૮૭૯ ની ખનીજ ચોરી કરવામાં આવી હોય હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એકવેસેટર મશીન માલિક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ખનીજ ચોરીમાં તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા હતા અને અહીંથી ખનીજ ચોરી કરીને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News