મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રોકડા-દાગીનાની ૧૩.૨૪ લાખની ચોરીના ગુનામાં નેપાળી દંપતિની ધરપકડ


SHARE









મોરબીના વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રોકડા-દાગીનાની ૧૩.૨૪ લાખની ચોરીના ગુનામાં નેપાળી દંપતિની ધરપકડ

મોરબીના બાયપાસ રોડે આવેલ એપાર્ટમેનેટના ફલેટમાં રહેતા વેપારીના ઘરને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી જેથી વેપારીએ એપાર્ટમેન્ટના ચોકીદાર સહિતના ત્રણ નેપાળીઓએ સામે ચોરી કર્યાની ફરીયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, લાખોની રોકડ અને દાગીના સહીત ૧૩.૨૪ લાખના મુદામાલની ચોરી કરેલ છે આ ગુનામાં પોલીસે હાલમાં નેપાળી દંપતિની ધરપકડ કરેલ છે

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા વૈભવનગર વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૫૦૧ માં રહેતા વેપારી કમલેશભાઈ નારશીભાઈ હુલાણીએ તેમના એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા મૂળ નેપાળના રહેવાસી રાજેશ અને તેમના મકાનમાં ધરકામ કરતી સરિતા રાજેશભાઇ તેમજ બાજુના એપાર્ટમેન્ટનો ચોકીદાર ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્મા સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમા તેને જણાવ્યુ હતું કે, તેઓ ધાર્મિક પ્રસંગમાં બહારગામ ગયા હતા. ત્યારે આરોપી મહિલા તેમના ઘરનું કામ કરતી હોય તેની પાસે ઘરની તમામ માહિતી હતી તેને ચોકીદાર રાજેશ અને બાજુના ચોકદારે મળીને બંધ ફેલેટમાં ચોરી કરવાનો પ્લાન કર્યો હતો અને ઘરના બાથરૂમના વેન્ટિંલેશનની બારીના કાચ કાઢી ઘરમાં ચોરી કરી હતી ત્યારે રોકડા ૧૨.૫૦ લાખ અને દાગીના સહિત ૧૩.૨૪ લાખનો મુદામાલ ચોરી કરી ગયેલ હતા જેની વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ૧૩.૨૪ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ લઈ એપાર્ટમેન્ટના ચોકીદાર સહિત કુલ મળીને ત્રણ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી

આ ગુનામાં પોલીસે હાલમાં રાજેશકુમાર ઉર્ફે રાજુ બજીરસિંગ વિશ્વકર્મા બીક (વોચમેન) અને શાંન્તા ઉર્ફે સરીતા રાજેશકુમાર ઉર્ફે રાજુ વિશ્વકર્મા બીક (ઘરઘાટી) રહે. બંને હાલ વૈભવનગર,વૈભવ એપાર્ટમેન્ટ વોચમેન રૂમ મોરબી મૂળ રહે. બંન્ને નવીમુંબઇ તલોજા, ફેસ-ર સેકટર-૧૬ આશાબરી બીલ્ડીંગ એલ-૧૭/૮૦૬ રહે. વતન ગામ કોટપાડા જિલ્લો કાલીકોટ ગામ પાલીકા કુમલગાંવ (નેપાળ) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડ ૨૦૦૦૦ અને મોબાઇલ, આરોપીઓના ભારતના પાનકાર્ડ, આધારકાર્ડ,પોસ્ટ ખાતાની બચત બુક તથા એસબીઆઇનુ એટીએમએમ, ડોકયુમેન્ટ કબ્જે કરેલ છે અને આ ગુનામાં આરોપી ભેરૂ ઉર્ફે ભરત વિશ્વકર્મા રહે. નરીનાથ ગ્રામપંચાયત જીલ્લો કાલીકોટ દેશ નેપાળ વાળાને પકડવા માટે તજવીજ ચાલુ છે




Latest News