મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

 મોરબીમાં ટીડીએસ રીફન્ડ માટે લાંચ લેનાર અધિકારીને ચાર વર્ષની સજા


SHARE









 મોરબીમાં ટીડીએસ રીફન્ડ માટે લાંચ લેનાર અધિકારીને ચાર વર્ષની સજા

મોરબીની કોર્ટમાં લાંચિયા અધિકારી સામેનો કેસ ચાલી ગયો હતો જેમાં વર્ષ ૨૦૧૨ માં વીમા એજન્ટ તરીકે કામ કરતા મહિલાના ટીડીએસ રિફંડ માટે લાંચ માંગી હતી અને લાંચ લીધી હતી જેથી કરીને ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટની સામેનો કેસ મોરબીની કોર્ટેમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમ અન્વયે ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે

વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં બજાજ એલાયન્સમાં એજન્ટ તરીકે કામ કરતા પ્રજ્ઞાબેન નિલેશભાઈ સરસાવાડિયાને ટીડીએસ કપાતના રૂપિયા ૪૫,૪૮૦ રિફંડ લેવાના હતા જેના માટે બગથળા હેલ્થ સેન્ટરમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા તેમના પતિ નિલેશભાઈ સરસાવાડિયાએ ત્યારે મોરબી ખાતે હનુમાન ડેરી વાળી શેરીમાં આવેલ ઇન્કમટેક્સ ઓફિસમાં અરજી કરી હતી. જો કે, લાંબો સમય સધી ધક્કા ખાવા છતાં રિફંડની રકમ મળી ન હતી. અને બાદમાં ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાએ રિફંડની રકમના પાંચ ટકા રકમ માંગી હતી ત્યાર બાદમાં ફરિયાદી નિલેશભાઈએ લાંચ માંગનાર ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાને રૂપિયા ૫૦૦ આપી બાકીના નાણાં બાદમાં આપવાનું કહી એસીબીને ફરિયાદ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું અને મહેશકુમારે ૧૫૦૦ ની લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી લીધો હતો અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વી.એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા ૮ મૌખિક અને ૧૮ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી મહેશકુમાર મીણાને ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.




Latest News