મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે માતાએ રૂપિયા આપવાની ન કહેતા કપાતર દીકરાએ દસ્તા વડે માર માર્યો


SHARE









મોરબીના શનાળા ગામે માતાએ રૂપિયા આપવાની ન કહેતા કપાતર દીકરાએ દસ્તા વડે માર માર્યો

મોરબી નજીકના સનાળા ગામે માતા પાસે દીકરાએ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે માતાએ રૂપિયા આપવાની ના પાડતા તેને જેમ ફાવે તેમ ગાળો આપીને લોખંડના દસ્તા વડે માથામાં તથા ડાબા હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલાને સારવારમાં લઈને આવ્યા હતા અને માતાને માર મારનાર કપાતર દીકરાની સામે તેના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મોટી બરાર ગામના રહેવાથી અને હાલમાં મોરબી નજીકના સનાળા ગામે દરબાર શેરીમાં જૂની પીજીવીસીએલ ઓફિસ પાસે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહ કેશુભા જાડેજા (૭૨) એ તેના દીકરા ભગીરથસિંહ પ્રવિણસિંહ જાડેજા જાતે દરબાર (૩૬) રહે. સનાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પત્ની રંજનબા (૬૫) ઘરે હાજર હતા ત્યારે તેના દીકરા ભગીરથસિંહે તેની માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી જોકે, રંજનબાએ તેના દીકરાને રૂપિયા આપવાની ના પાડતા ભગીરથસિંહે તેની માતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બાદમાં લોખંડના દસ્તા વડે માથામાં અને ડાબા હાથમાં માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાના પતિ દ્વારા તેના દીકરાની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News