મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડમાં પાંચ જુગારી પકડાયા


SHARE









મોરબીમાં જુગારની બે રેડમાં પાંચ જુગારી પકડાયા

મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘુટુ તરફ જવાના રસ્તા ઉપર તથા સર્કિટ હાઉસ સામેના ભાગમાં સર્વિસ રોડ ઉપર જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડ કબજે કરીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના મહેન્દ્રનગરથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા રાજેશભાઈ જીવણભાઈ પુરબીયા (૪૨), હીરાભાઈ બચુભાઈ ધામેચા (૩૪) અને અફઝલભાઈ ઇદરીશભાઇ શેખ (૨૨) રહે, બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૪૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગ માટે સર્કિટ હાઉસ પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાં સર્વિસ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા દર્શનભાઈ જયંતીભાઈ ત્રિવેદી (૩૫) અને હકેશભાઈ સોમાભાઈ પુરબીયા (૩૦) રહે બંને વિદ્યુતનગર સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૯૭૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

મોરબીના વાવડીથી પંચાસર રોડની વચ્ચે ખડિયા વિસ્તાર શક્તિ માતાજીના મંદિરની પાછળના ભાગમાં આવેલ ઝુકડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૦૦ રૂપિયાના મુદ્દામાલને કબજે કરીને રાણીગા ઉર્ફે રાણી હીરાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૪૦) રહે. વાવડી પંચાસર રોડ ખડીયા વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે




Latest News