મોરબીની નવયુગ કોલેજમાં પોઝીટીવ પાજીની હાજરીમાં સ્ટુડન્ટસ્નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો
મોરબીની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં કૃતજ્ઞતા સમારોહ યોજાયો
SHARE
મોરબીની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં કૃતજ્ઞતા સમારોહ યોજાયો
મોરબીના શકત શનાળા પ્લોટ શાળામાં જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી ખૂબ મહેનત કરી શુન્યમાંથી સર્જન કરી ફોટોગ્રાફી ક્ષેત્રે જેમનું આગવું નામ છે એવા પ્રકાશકુમાર મનસુખભાઈ કાલાવડીયા અને તેમના મોટાભાઈ કેતનકુમાર મનસુખભાઈ કાલાવડીયા (પોપ્યુલર સ્ટુડિયો-મોરબી) ને ગુરુપૂર્ણિમાના દિવસે શાળા પાસેથી પસાર થતા એક વિચાર આવ્યો કે જે શાળામાંથી મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે તે શાળા પ્રત્યે મારે મારું ઋણ અદા કરવું જોઈએ.ત્યારે બન્ને ભાઈઓ તરફથી શકત શનાળા પ્લોટ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક શૈક્ષણિક કીટ જેમાં પેન, પેન્સિલ, ઈરેઝર, સાર્પનર, સ્કેલ, કલર બોક્સ, ફુલસ્કેપ નોટબુક, ચૅક્સ અને લાઇનિંગવાળી નોટબુક, ડ્રોઈંગ બુક, ફાઇલ ફોલ્ડર આપવામાં આવી હતી આ પ્રસંગે તેમના સ્ટુડિયોના સર્વે સ્ટાફ ગણ પણ હાજર રહ્યા અને શાળા પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જેથી કરીને શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત તથા હર્ષદભાઈ મારવણીયા, મીનાબેન ફુલતરિયા, હિનાબેન ગામી દ્વારા પ્રકાશકુમાર અને કેતનકુમાર તથા પોપ્યુલર સ્ટુડિયોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો