મોરબીના નવલખી રોડે આવેલ સોસાયટીમાં કુતરાએ અનેક લોકોને બચકા ભર્યા: સીસીટીવી વિડીયો વાયરલ મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં પોઝીટીવ પાજીની હાજરીમાં સ્ટુડન્ટસ્નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE













મોરબીની નવયુગ કોલેજમાં પોઝીટીવ પાજીની હાજરીમાં સ્ટુડન્ટસ્નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

નવયુગ કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ જેવા કે B.Sc, B.B.A, B.Com, B.Ed,  M.B.A, M.Sc ના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટ્સ નો કોલેજમાં પ્રથમ દિવસ હતો. ત્યારે કોલેજના સ્ટુડન્ટ્સની વેલકમ સેરેમની (પ્રવેશોત્સવ) માં ગુજરાતના જાણીતા સોશિયલ મિડીયા સેલેબ્રીટી કુલદિપસિંહ કલેર ઉર્ફે પોઝીટીવ પાજી મુખ્ય મહેમાન બન્યા હતા. તેમણે અખબારના એડીટર, રેડીયોના હેડ અને સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર તરીકેના બહોળા અનુભવનો નિચોડ વિદ્યાર્થીઓને આપીને કરીઅર કેવી રીતે બનાવવી તેનાથી માહિતગાર કર્યા હતા આ પ્રોગામ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ત્યારે તેઓએ તેની રસપ્રદ શૈલીમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. આ ઉપરાંત નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા, મેને. ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવાડીયા તેમજ દરેક વિભાગના પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણે હાજરી આપી વિદ્યાર્થીઓનો  ઉત્સાહ વધાર્યો હતો.








Latest News