મોરબીની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં કૃતજ્ઞતા સમારોહ યોજાયો
મોરબીના લાલપર નજીક યુવાનની હત્યા: આરોપીને પકડવા શોધખોળ શરૂ
SHARE
મોરબીના લાલપર નજીક યુવાનની હત્યા: આરોપીને પકડવા શોધખોળ શરૂ
મોરબીની આસપાસના વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે એક હત્યાના બનાવનો ભેદ હજુ ઉકેલાયો છે ત્યાં વધુ એક હત્યાનો બનાવ સામે આવેલ છે અને મોરબીના લાલપર પાસે સગીરની હત્યા કરવામાં આવી છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ લાલપર નજીક ઇપોઝ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા લખનભાઈ માગેયાભાઈ બારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે, ઇપોઝ કારખાનાના પેકિંગ વિભાગમાં તે મજુરી કામ કરે છે બે માસ પૂર્વે તેની સાથે કામ કરતા લુટુભાઈએ તેના બાજુના ગામના સોનાતોનભાઈ જાપાનભાઈ કાઈકા (૧૯) આવ્યો હતો અને બે માસથી પેકિંગ વિભાગમાં મજુરી કામ કરતો હતો ગત તા. ૧૧ જુલાઈના રોજ નાઈટ શિફ્ટમાં કામ ઉપર હતો ત્યારે તાવ તાવ આવે છે તેવું કહીને તે કામે આવ્યો ન હતો ત્યાર બાદ કારખાનાની પાછળના ભાગમાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની ફરિયાદી લખનભાઈને જાણ કરવામાં આવી હતી જેથી કોન્ટ્રાકટર બંસીધર સહિતના ત્યાં ગયા હતા અને તેની સાથે કામ કરતો સોનાતોનભાઈ કચરાના ઢગલા પાસે પડ્યો હતો જેનું મોઢું અને કપડા લોહી વાળા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા મરવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા મૃત જાહેર કર્યો હતો અત્રે ઉલેખનીય છે કે, તા. ૧૧ જુલાઈના રાત્રીના આઠેક વાગ્યે બહાર તે ભાર ગયો હતો ત્યાર બાદમાં અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે તેને માથામાં અને કપાળના ભાગે ઈજા કરીને તેની હત્યા કરેલ છે જેની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે