હળવદના કવાડિયા ગામ પાસે ચાલુ ટ્રેને પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
SHARE
હળવદના કવાડિયા ગામ પાસે ચાલુ ટ્રેને પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા પાસે ત્રણ દિવસ પહેલા બરેલી એક્સપ્રેસના ટ્રેનના પગથિયા પાસે બેઠેલા યુવાન ચાલુ ટ્રેને નીચે પડી ગયો હતો જેથી તેને શરીરે ઈજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને ત્યાં તેનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી ભુજ જતી બરેલી એકસ્પ્રેસ ટ્રેનના પગથીયા પાસે અજાણ્યો યુવાન બેઠો હતો અને ત્યારે તે યુવાન કોઇપણ રીતે અકસ્માતે નીચે પડી જતા તેને શરિરે ગંભીર ઇજાઓ થતા હળવદની હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામા આવ્યો હતો.રાજકોટ સારવારમાં ખસેડાયેલા અજાણ્યા યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે.વધુમાં મૃતક યુવાન કોણ છે..? તેની પણ હાલ ઓળખ થઈ શકેસ નથી અને તેના ખિસ્સામાંથી કે અન્ય કોઈ રીતે તેની ઓળખ થાય તેવી પણ કોઈ વસ્તુ કે માહિતી મૃતકની પાસેથી મળી નથી આવી તેમજ ખિસ્સામાંથી ટિકિટ પણ મળી આવેલી ન હોય મૃતક યુવાન ક્યાંથી ક્યાં જતો હતો..? અને કોણ હતો..? તે પણ હજી નક્કી થઈ શક્યું નથી.મૃતક યુવાન કોણ છે તે પણ હાલ સામે આવ્યુ ન હોય પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને તેના પરિવારજનો સુધી પહોંચવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.હાલ ધાંગધ્રા રેલ્વે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ દ્વારા આ કેસની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ અંગે કોઈને વધુ માહિતી હોય તો તેમના ફોન નંબર ૯૯૭૯૯ ૯૮૨૨૩ ઉપર સંપર્ક કરવામાં આવે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર શેરી નંબર-૧૧ માં રહેતા રતિલાલ રામજીભાઈ મોરી નામના ૬૯ વર્ષીય વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રવાપર રોડ નજીક તેમનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામતા તેઓને અત્રે આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલ આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એટ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
દવા પી જતા સારવારમાં
ટંકારામાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતાં અનિલ કમરૂનભાઈ વાસ્કેલ જાતે આદિવાસી નામનો ૩૨ વર્ષનો યુવાન વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો હાલ આ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને બનાવ સબબ ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.