હળવદના કવાડિયા ગામ પાસે ચાલુ ટ્રેને પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
વાંકાનેરના મહારાજા રાજ્યસભાના સાંસદ બનતા મોરબી જિલ્લા ભાજપ-ક્ષત્રિય સમાજમાં હરખની હેલી
SHARE
વાંકાનેરના મહારાજા રાજ્યસભાના સાંસદ બનતા મોરબી જિલ્લા ભાજપ-ક્ષત્રિય સમાજમાં હરખની હેલી
ગુજરાતના રાજ્યસભાના બે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા જે જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના યુવા આગેવાન અને વાંકાનેરના મહારાજાનું પણ નામ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને ભાજપ પરિવાર અને ક્ષત્રિય સમાજમાં હરખની હેલી છે
મોરબી જિલ્લાના વાંકાનેર રાજવી મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનું નામ ભાજપ દ્વારા ગુજરાતની રાજ્યસભાની ત્રણ પૈકીની બે બેઠકોના જે નામ જાહેર કરવાના બાકી હતા તેમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લા ભાજપ પરિવાર મોરબી રાજપૂત સમાજ સહિતના લોકોમાં હરખની લાગણી છે કારણ કે, અત્યાર સુધી મોરબી જિલ્લાને પાંચ ધારાસભ્યો અને ચાર સંસદ સભ્યોનો લાભ મળતો હતો જોકે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લામાંથી જ વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે આગામી સમયમાં પાંચ ધારાસભ્યો અને પાંચ સાંસદ સભ્યોનો લાભ મોરબી જિલ્લાને મળશે આટલું જ નહીં પરંતુ કેસરીદેવસિંહ ઝાલાના પિતા પણ અગાઉ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ વિભાગના મંત્રી હતા. જેથી કરીને તે પણ ભવિષ્યમાં કેન્દ્ર સરકારમાં સારામાં સારી કામગીરી કરશે તેવી પણ મોરબી જિલ્લા ભાજપને પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન જયુભા ઉદેસિંહ જાડેજાએ લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ કરીને કેન્દ્ર અને રાજ્યના ભાજપના નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે