મોરબી જિલ્લામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની થીમ પર ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપનું આયોજન
મોરબી જિલ્લામાં બાગાયતી ખેડૂતોને સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદી માટે સહાય અપાશે
SHARE
મોરબી જિલ્લામાં બાગાયતી ખેડૂતોને સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદી માટે સહાય અપાશે
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સ્વયં સંચાલિત મશીનરી ઘટકમાં સરકારશ્રીના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર મોટા ખેડૂત ખાતેદારને ખરીદ કિંમતના ૪૦% અથવા મહતમ રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય અને નાના, સિમાંત તથા મહિલા ખેડૂત ખાતેદારોને ખરીદ કિંમતના ૫૦% અથવા મહતમ રૂ. ૧,૨૫,૦૦૦/- ની મર્યાદામાં સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે.
આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૬૨ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.