મોરબી જિલ્લામાં બાગાયતી ખેડૂતોને સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદી માટે સહાય અપાશે
મોરબી જિલ્લા પંચાયતમાં તલાટીની ભરતી માટે ફોર્મ ભરનારાઓને પરીક્ષાની ફી પરત અપાશે
SHARE
મોરબી જિલ્લા પંચાયતમાં તલાટીની ભરતી માટે ફોર્મ ભરનારાઓને પરીક્ષાની ફી પરત અપાશે
મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા પંચાયત સેવાની સંવર્ગોની (વર્ગ-3)ની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૧૮-૦૯-૨૦૧૮ થી તા. ૦૮-૧૦-૨૦૧૮ સુધી ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા. તેમજ બીનઅનામત ઉમેદવારનાં કિસ્સામાં ઓજસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ ચલણ મારફતે પોસ્ટ ઓફીસમાં ખાતે તા.૧૦-૧૦-૨૦૧૮ સુધી ફી ભરવામાં આવેલ હતી.
જો કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં પત્ર ક્રમાંક : PSR/૧૨૯૪/૭૦૬/ખ તા. ૨૧/૦૯/૨૦૨૧થી મળેલ સૂચના મુજબ જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી (વર્ગ – ૩) સંવર્ગની સને ૨૦૧૮-૧૯ની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓની સીધી ભરતીની જાહેરાત “રદ” કરવામાં આવેલ છે અને તે જાહેરાત અન્વયે જનરલ કેટેગરીનાં ઉમદવારો તરફથી ભરવામાં આવેલ પરિક્ષા ફી રૂપિયા ૧૦૦ ઉમેદવારોને પરત કરવાની થાય છે આ પરિક્ષા ફી પરત મેળવવા માટે સંબંધિત ઉમેદવારોએ મોરબી જિલ્લા પંચાયત શોભેશ્વર રોડ ખાતે તા. ૨૭/૦૯ થી તા. ૦૭/૧૦ સુધી ઓળખના અસલ પુરાવા તેમજ પરિક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ સાથે લઈને આવવાનું રહેશે તેવું અધિકારીએ જણાવ્યુ છે