રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે વડોદરાથી મળી આવી


SHARE









મોરબીમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે વડોદરાથી મળી આવી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે અંગે નોંધાયેલી ફરિયાદમાં ડીવાયએસપી દ્વારા આરોપીની વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું ગત તા.૨૭-૬ ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું.જે અંગે અપહરણ તેમજ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવાયેલ હતી.તેની તપાસ એસસીએસટી સેલ ડીવાયએસપી પી.એ.ઝાલા તેમજ રાઇટર મેહુલ ઠાકર ચલાવી રહ્યા હતા.જેમાં ભોગ બનેલ સગીરા તથા આરોપી વિપુલ ધનજી સોલગામા જાતે કોળી (ઉમર ૨૪) રહે.શક્તિનગર (અમરનગર) તા.જી.મોરબી મુળ રવાપર (નદી) તા.જી. મોરબી બંને હાલ વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના નવી જીથરડી ગામે છે તેવી બાતમી મળી હતી જેથી ત્યાં પહોંચીને સગીરાને હસ્તગત કરવામાં આવી હતી અને આરોપી વિપુલ સોલગામાને પકડીને હાલ આગળની તપાસ માટે બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

રીક્ષા પલ્ટી મારી જતા ચારને ઈજા

મોરબીના શનાળા બાયપાસ મારૂતિના શોરૂમ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષાને પાછળથી કારના ચાલકે હેડફેટે લેતા રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં પરાક્રમસિંહ પ્રવિણસિંહ જાડેજા (૩૬), લક્ષ્મીબા પરાક્રમસિંહ (૩૧), રાજલબા પરાક્રમસિંહ (૧૧) અને નેન્સીબા પરાક્રમસિંહ (૪) ને ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા વિપુલભાઈ ફુલતરીયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પરણીતા સારવારમાં

મોરબીના પીપળી ગામે આવેલ ત્રિલોકધામ સોસાયટી નજીક રહેતા આસ્માબેન અજરખાન ખાન જાતે મુસ્લિમ નામની ૨૧ વર્ષીય પરણીતા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ટોયલેટ ક્લીનર હાર્પિક પી જતા તેના પતિ અજરખાન દ્વારા તેણીને સારવાર માટે લઈ જવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો દોઢેક વર્ષનો હોવાનું અને ૧૦ માસનો પુત્ર હોવાનું જાણવા મળે છે.બનાવ અંગે તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જૂની પીપળી ગામે ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસે રહેતા અનિરૂદ્ધભાઈ દેવશીભાઈ વાઘડિયા નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેઓ જૂની પીપળી ગામે પાણીના ટાંકા પાસેથી બાઈક લઈને જતા હતા તે સમયે બાઇક સાથે કૂતરૂ અથડાતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જે બનાવમાં તેઓને ઇજા થતા દવાખાને લઈ જવાયા હતા




Latest News