મોરબીમાં ધરાહાર રિલેશનશિપ રાખવા પરિણીતાને ફોન ઉપર ગાળો આપીને ધમકી: ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં ધરાહાર રિલેશનશિપ રાખવા પરિણીતાને ફોન ઉપર ગાળો આપીને ધમકી: ગુનો નોંધાયો
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રહેતી પરણીતા સાથે રિલેશનશિપમાં રહેલ શખ્સની સાથે તે રિલેશનશિપ રાખવા માગી ન હતી જેથી રિલેશનશિપમાં રહેલ શખ્સ દ્વારા તે મહિલાને ફોન કરીને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ખોટી ધાક ધમકી આપવામાં આવી હતી અને પરણીતાના સંબંધીઓને ફોન કરીને તેના વિશે ખરાબ વાતો કરતો હતો જેથી હાલમાં ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરાહાર રિલેશનશિપ રાખવા માટે દબાણ કરનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરીણીતા સાથે રિલેશનશિપમાં રહેલ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ આદ્રોજા સાથે તે પરિણીતા રિલેશનશિપ રાખવા માંગતા ન હતી તેમ છતાં પણ આરોપી દ્વારા તેને રિલેશનશિપ રાખવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતી અને તેને ફોન કરીને ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવતી હતી અને ખોટી ધાક ધમકી આપવામાં આવતી હતી આટલું જ નહીં પરંતુ ફરિયાદી મહિલાના સંબંધીઓને ફોન કરીને તેના વિશે ખરાબ વાતો પણ કરતો હતો જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેન્દ્રનગર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ આદ્રોજાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ઝેરી દવા પીધી
લોધિકાના રહેવાસી શીતલબેન રાજેશભાઈ સોલંકી (૩૨) કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેઓને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કેજીએન પાર્ક પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને તે મારામારીના બનાવમાં વિનોદભાઈ બચુભાઈ દેવીપુજક (૩૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે